<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી બેઠક ૯મીએઃ સામાન્‍ય સભા ૧૩મીએ

નવા વર્ષના પ્રારંભથી જ બેઠકોનો દોરઃ તા. ૧ જાન્‍યુઆરીએ બાંધકામ અને આરોગ્‍ય સમિતિની બેઠકઃ બોર્ડ બેઠકમાં પ્રશ્નોતરી નહિ

રાજકોટ તા. ર૮ :.. જિલ્લા પંચાયતમાં ર૦ર૪ ના વર્ષના ઉતરાર્ધમાં અને ર૦રપ ના વર્ષના પ્રારંભમાં મહત્‍વની સમિતિઓની બેઠકોનો દોર શરૂ થયો છે. તા. ૧ જાન્‍યુઆરીએ બાંધકામ સમિતિ અને આરોગ્‍ય સમિતિની બેઠક મળશે. તા. ૯ મીએ કારોબારી સમિતિની  બેઠક અને તા. ૧૩ મીએ સોમવારે ખાસ સામાન્‍ય સભા મળશે.  પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી અને ઉપપ્રમુખશ્રી રાજુ ડાંગર દ્વારા સામાન્‍ય સભાની તૈયારી શરૂ કરવામાં આવી છે. વહીવટી તંત્રને નોંધ મોકલી દેવામાં આવી છે. ડી.ડી.ઓ. ડો. નવનાથ ગવ્‍હાણે (આઇ. એ. એસ.) સોમવારે સામાન્‍ય સભાનો એજન્‍ડા પ્રસિધ્‍ધ કરાવે તેવી શકયતા છે. કારોબારીની બેઠક સમિતિના અધ્‍યક્ષ પી. જી. કયાડાની અધ્‍યક્ષતામાંમાં તા. ૯ મીએ મળશે.

જિલ્લા પંચાયતમાં સામાન્‍ય રીતે પહેલા સમિતિઓની બેઠક અને પછી સામાન્‍ય સભા મળતી હોય છે તે પરંપરા જળવાઇ રહેશે. આ વખતે નાણાપંચના કામોનું આયોજન કરવા માટે સામાન્‍ય સભા બોલાવવામાં આવી રહી છે. ખાસ સામાન્‍ય સભા હોવાથી પ્રશ્નોતરીને સ્‍થાન રહેશે નહિ. હવે પછી ફેબ્રુઆરીમાં નવા નાણાકીય વર્ષના બજેટ માટે સામાન્‍ય સભા બોલાવવામાં આવશે

(1:20 PM IST)