News of Saturday, 28th December 2024
કાલે સમસ્ત રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિનો પસંદગી મેળો

રાજકોટઃ અત્રે રાજકોટ એન્જીનીયરીંગ એસોસિએશન હોલ ટાગોર માર્ગ, ભકિતનગર રેલ્વે સ્ટેશન પાસે આગામી તા.ર૯ રવિવારે સવારે ૧૦ કલાકે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ જીવનસાથી પસંદગી સમિતી દ્વારા લગ્નોત્સુક યુવક યુવતિઓ માટે છઠ્ઠો પરિચય સંમેલન યોજાશે. શ્રી રાજરાજેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના ઉપક્રમે યોજાઇ રહેલ છે. આ પસંદગી સંમેલનમાં અધ્યક્ષ સ્થાને સંસ્થાના પ્રમુખ ઇન્દ્રનીલભાઇ રાજગુરૂ ઉપસ્થિત રહેશે.
આ જીવનસાથી પસંદગી સંમેલનમાં આશરે ૪૦૦ યુવક યુવતીઓ અને તેના વાલીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં શ્રી મુકતાનંદબાપુ, બ્રહ્માનંદ ધામ-ચાપરડા, શ્રી જગુરામબાપા હરિરામબાપા-ધનેશ્વર, તથા કાળુબાપા-વૃધ્ધાશ્રમ જેતપુર વિગેરે સંતો આશીર્વચન પાઠવશે.
આ કાર્યક્રમમાં જ્ઞાતિના શ્રેષ્ઠીઓ ગીજુભાઇ ભરાડ, સંઘના પ્રમુખ બંકીમભાઇ મહેતા, દિવ્યકાંતભાઇ જોષી, સંઘના મેનેજીંગ ટ્રસ્ટી ભીખાભાઇ જોશી, ટ્રસ્ટી મુળશંકરભાઇ તેરૈયા-અમરેલી, મયુરભાઇ મહેતા-ચોટીલા, સંજયભાઇ દવે, વાસુદેવભાઇ જોષી, નરેન્દ્રભાઇ જોશી-આણંદ, મનોજભાઇ મહેતા-ચોટીલા, પુર્વ પ્રમુખ ભીખુભાઇ જોશી, રસીકભાઇ જોશી, ગુણવંતભાઇ ભરાડ, જયવીનભાઇ દવે, જયંતિભાઇ તેરૈયા, તેમજ શિક્ષણશાષાીઓ હરીભાઇ વેગડા, નર્મદભાઇ બોરીસાગર, હરીપ્રસાદભાઇ જોશી તેમજ પત્રકાર જયેશભાઇ દવે, વિનુભાઇ જોશી વિગેરે જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં યુવક-યુવતીઓ વિનામુલ્યે ભાગ લઇ શકશે તેમજ પરીચય પુસ્તિકા ફ્રી આપવામાં આવશે. ભાગ લેનાર તમામ યુવતિઓને રૂા.૧૧૦૦ રોકડ રકમની ભેટ દાતાઓના સહયોગથી સંસ્થા દ્વારા આપવામાં આવશે.
આયોજનને સફળ બનાવવા સંસ્થાના ટ્રસ્ટી/મંત્રી ધીરૂભાઇ મહેતા તથા ટ્રસ્ટી/ઉપપ્રમુખ જતીનભાઇ ભરાડના માર્ગદર્શન હેઠળ લલીતભાઇ ધાંધીયા, સતીશભાઇ તેરૈયા, તૃપ્તીબેન જોશી, ગોરધનભાઇ બામટા, યોગેશભાઇ મહેતા, ડો.ગીજુભાઇ જોષી, રમેશભાઇ રવીયા, જયેશભાઇ જોશી, ભુપતભાઇ મહેતા, રેખાબેન મહેતા, દર્શનાબેન જોશી, ઇલાબેન જોશી, જયશ્રીબેન મહેતા, જયેશભાઇ દવે, મનીષભાઇ બામટા, અમીતભાઇ માઢક, રમેશભાઇ મહેતા, ચિરાગભાઇ બોરીસાગર, નરેશભાઇ મહેતા, મહેન્દ્રભાઇ જોશી, દિપકભાઇ બામટા, મહેન્દ્રભાઇ તેરૈયા, અનીલભાઇ જોશી, ડાયાભાઇ દવે વિગેરે જહેમત ઉઠાવી રહેલ છે.
(1:20 PM IST)










