News of Saturday, 28th December 2024
પૂ.ધર્મબંધુજીની અધ્યક્ષતામાં પ્રાંસલામાં રાષ્ટ્રકથા શિબિરનો પ્રારંભ
પ્રથમ દિવસે મદ્રાસ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કે.આર.શ્રીરામ, ન્યાયાધીશ જી.આર.સ્વામીનાથન, કોચી પોર્ટના ચેરમેન સી.જી.રાજગોપાલ નિવૃત જનરલ જી.ડી.બક્ષી, લેફટનન્ટ જનરલ એ-અરૂણ ઉપસ્થિતઃ ૧પ હજાર યુવક-યુવતીઓને માર્ગદર્શન

(દિનેશ પરમાર દ્વારા ) રાજકોટ, તા., ર૮: સ્વામી ધર્મબંધુજી પ્રેરિત વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા તા. ૨૮ ડિસેમ્બર થી તા. પાંચ જાન્યુઆરી સુધી યોજાનાર ૨૫મી રાષ્ટ્રકથાનો આજે વહેલી પરોઢે પ્રારંભ થયો. જેમાં ભાગ લેવા માટે વિવિધ રાજયોમાંથી ૧૫ હજાર શિબિરાર્થી ભાઈ-બહેનો આવી જોડાયા છે.
આજે પહેલા દિવસના પ્રવચન સત્રને સંબોધવા માટે મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ કે.આર. શ્રીરામ, ન્યાયધીશ જી.આર. સ્વામીનાથન, કોચી પોર્ટના ચેરમેન સી.જી. રાજગોપાલ, નિવળત જનરલ જી.ડી. બક્ષી, લેફટનન્ટ જનરલ એ. અરુણ વિગેરે ઉપસ્થિત રહયા છે.
ઉપલેટા તાલુકા મથકેથી ૩૦ કિમીના અંતરે આવેલ પ્રાંસલાની નૈસર્ગિક ભૂમિ પર યોજાઈ રહેલ આ શિબિરમાં દિવસમાં બે વખત રાષ્ટ્રીયતાના સંસ્કારોનું સિંચન કરવા માટે શિબિર દરમિયાન પ્રતિદિન રાષ્ટ્રીય સ્તરના વિવિધ ક્ષેત્રના ચિંતકો ઉપસ્થિત રહેનાર છે જેમાં વૈજ્ઞાનિકો, લશ્કરી વડાઓ, અર્થશાષાીઓ, ન્યાયવિદો, રાજનીતિજ્ઞો, કેળવણીકારો, સ્પોર્ટસમેન, હવામાન શાષાી, કળષિકારો, ઉદ્યોગપતિઓ, સામાજિક કર્મશીલોનો સમાવેશ થાય છે. જેનો સમય સવારે ૯ થી ૧૨ અને બપોર પછીના ૨ થી પ રહે છે અને તે સાંભળવા માટે વિવિધ સ્થળોએથી રાષ્ટ્રપ્રેમીજનો પણ બહોળી સંખ્યામાં ઉમટી પડે છે. શિબિરાર્થીઓ તેમની સાથે વિચાર ગોષ્ઠી કરીને તેમની જિજ્ઞાસા સંતોષે છે.
અહીંયા શિબીરાર્થીઓને સુરક્ષિત રહેવા માટે બેલાના ચણતર ધરાવતા વિશાળ પાકા ૧૬૦ ડોમ બનાવાયા છે જેમાં એક ડોમમાં ૧૦૦ જેટલા શિબીરાર્થીઓ રહી શકે છે. બહેનો અને ભાઇઓ માટે રહેવા, નાહવા અને જાજરૂની અલગ સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવી છે.
પ્રવચન સત્ર ઉપરાંત શિબિરાર્થીઓને દિવસભર શારીરિક રીતે પ્રશિક્ષિત કરવામાં આવે છે. અને રાત્રીના ૮.૦૦ થી ૧૦.૦૦ વિવિધ રાજયોના શિબીરાર્થીઓ દ્વારા સાંસ્કળતિક કાર્યક્રમો રજુ કરવામાં આવે છે.
(12:08 PM IST)










