<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

લોઠડા ગામ પાસે નદીમાંથી અજાણ્‍યા યુવાનની લાશ મળી

વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો સંપર્ક કરો

રાજકોટ તા. ૧૦: સરધાર નજીકના લોઠડા ગામના પવિત્ર ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયામાં મેઇન રોડ પર પાવર સોલારની પાછળ આવેલી નદીમાંથી આશરે ૩૫ વર્ષના યુવાનની લાશ મળી આવતાં સિવિલ હોસ્‍પિટલના કોલ્‍ડ રૂમમાં રાખવામાં આવી છે. ૧૦૮ના તબિબ મારફત જાણ થતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. તસ્‍વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો મો. ૭૪૩૩૮ ૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવા પીએસઆઇ એ. આર. રાઠોડનો સંપર્ક કરવા જણાવાયું છે.

(2:22 PM IST)