તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
ગણેશ ઉત્સવમાં થયેલી માથાકુટનો ખાર રાખી પિતા-પુત્ર અને સાળા પર ચાર શખ્સોનો હુમલો
રૈયા રોડ મારવાડીવાસમાં બનાવઃ પ્રભુ, વીસ્તારામ, નોરથરામ અને પ્રકાશ સામે ફરિયાદ

રાજકોટઃ ગણેશ ઉત્સ્વમાં થયેલી માથાકુટનો ખાર રાખી રૈયા રોડ મારવાડીવાસમાં રહેતા પિતા-પુત્ર અને શાળા પર ચાર શખ્સોએ સળીયો તથા લાકડાના ઘોકાવડે હુમલો કરતા ફરિયાદ થઇ છે. મળતી વિગત મુજબ રૈયાધાર મારવાડીવાસ શેરી નં.૮ માં રહેલા કૈલાશભાઇ તુલસીરામભાઇ ભાટી (ઉ.વ.૪૦) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં પ્રભુ વીસ્તારામ, નોરથરામ અને પ્રકાશ દેવી પુજક સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પોતે કલરકામ કરે છે. પોતાને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. જેમાં મોટો પુત્ર સંજય (ઉ.વ.ર૧) નો છે. ત્રણ દિવસ પહેલા રાત્રે પોતે પોતાના ઘેર હતા ત્યારે પુત્રએ પોતાને વાત કરી કે ‘મને પ્રભુનો ફોન આવેલ અને મને બહાર બોલાવે છે તો હું જાવ છું' તેમ કહી પુત્ર ઘરની બહાર ગયો હતો. થોડીવાર બાદ ઘરની બહા જોરજોરથી અવાજ આવતા પોતે ઘરની બહાર નિકળતા પ્રભુ, વીસ્તારામ, નોરથરામ ગુજજર અને પ્રકાશ દેવી પુજક આ ચોય પુત્ર સંજયને ગાળો આપી મારમારતા હતા, અને પ્રભુએ લોખંડનો સળીયો મારી દેતા પુત્ર સંજયને માથાના ભાગે ઇજા કરી હતી અને વીસ્તારામ અને નોરથરામે લાકડાના ઘોકા વડે માર મારી પુત્ર સંજયને પગના ભાગે ઇજા કરી હતી. પોતે વચ્ચે પડતા નોરથરામે પોતાના પર લાકડાના ઘોકા વડે હુમલો કરતા ડાબા હાથના ભાગે ઇજા કરી હતી. દરમ્યાન પોતાના સાળા ઘનશ્યામભાઇ છોડાવવા માટે વચ્ચે પડતા તેને પણ પ્રકાશે લાકડાનો ઘોકો મારી દેતા માથાના ભાગે ઇજા થઇ હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા ચારેય ભાગી ગયા હતા. બાદ પોતાને તથા પુત્ર અને સાળાને ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. આ બનાવ અંગે પોતે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. એન. જે મસાપુત્રાએ તપાસ હાથધરી છે.
(3:51 PM IST)










