તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
માંડાડુંગર ગોકુલ પાર્કમાં આર્થીક ભીંસથી કંટાળી અભય દાણીધારીયાનો આપઘાત
પરિવારજનો ઘરે આવતા યુવાનને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવ્યોઃ બહેનના એકના એક ભાઇના મૃત્યુથી પરિવારમાં આક્રંદ

રાજકોટ, તા. ર૮: માંડાડુંગર પાસે ગોકુલપાર્કમાં રહેતા યુવાને આર્થીક ભીંસથી કંટાળી ગળાફાસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
મળતી વિગત મુજબ ગોકુલ પાર્કમાં રહેતા અભય ગોરધનભાઇ દાણીધારીયા (ઉ.વ. ર૬) એ પોતાના ઘરે છતના હુકમાં સાલ વડે ગળાફાસો ખાઇ લીધો હતો. પરિવારજનો ઘરે આવતા યુવાનને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા બાદ કોઇએ જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી ઇએમટી ગૌતમભાઇએ તપાસ કરતા યુવાનનું મૃત્યુ નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ. એચ.કે. ડાંગર સહિતે સ્થળપર પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસની તપાસમાં મૃતક અભય રોલેક્ષ કારખાનામાં નોકરી કરતો હતો. તેની પડધરી નજીક સગાઇ થઇ હતી આર્થીક ભીંસના કારણે ચીંતામાં રહેતો હોઇ તેથી તેણે આ પગલુ ભર્યુ હોવાનું જાણવા મળ્યુ છે. બહેનના એકના એક ભાઇના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે
(2:49 PM IST)










