તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
ટ્રેડીંગનું કામ કરતાં કોપર સ્ટોનના મિનીષભાઇના નામે ખોટી આઇડી બનાવી રૂપિયા પડાવવાનો પ્રયાસ
સોશિયલ મિડીયા સાઇટ પર ૧૨ લાખ ફોલોઅર્સ ધરાવતાં હોઇ તેમના નામનો દુરૂપયોગ કર્યોઃ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દિપકભાઇ પંડીતે ગુનો નોંધતાઃ પીઆઇ બી. બી. જાડેજાએ તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૨૬: શહરેમાં રહેતાં અને શેર બજારનું કામ કરતાં વેપારીના નામે બોગસ આઇડી બનાવી તેમના નામે લોકોને શેર બજારની ખોટી ટીપ્સ આપી છેતરપીંડનો પ્રયાસ કોઇએ કરતાં આ મામલે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.પોલીસે આ મામલે સાધુ વાસવાણી રોડ કોપર સ્ટોન સી-૫૦૧માં રહેતાં અને પર્સનલ ટ્રેડીંગનું કામ કરતાં મીનિષભાઇ મહેશભાઇ પટેલ (ઉ.વ.૪૭)ની ફરિયાદ પરથી અલગ અલગ ત્રણ ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવનાર તથા એક ફેસબૂક આઇડી બનાવનારા શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. મિનિષભાઈ પટેલે ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે ત્રીસવર્ષથી શેરબજારનું કામ કરે છે અને સોશિયલ મીડિયામાં પોતાની ચેનલ ચલાવે છે અને તેમાં ૧૨ લાખથી વધુ સબસ્ક્રાઇબર છે. ચાર વર્ષ પહેલા તેમને કેટલાક પરિચિતના ફોન આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે, નાણા ટ્રાન્સફર કર્યા છે અને બમણા થઇને કયારે આપશો, આ બાબતે મિનીષભાઇએ તપાસ કરતાં તેમના સોશિયલ મીડિયાની આઇડીનો કોઇએ ગેરઉપયોગ કર્યોહોવાની ખબર પડી હતી. તેના નામની ફેક આઈડી બનાવી તેના પર શેરબજારને લગતી ખોટી માહિતી આપીને પૈસા પડાવવાનો પ્રયાસ થયો હોઇ તેમણે સાયબર ક્રાઇમ પોર્ટલ પર ૧૯૩૦માં ફરિયાદ કરી હતી. તેના આધારે હવે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના હેડકોન્સ. દિપકભાઇ પંડીતે ગુનો દાખલ કરાવતાં વિશેષ તપાસ પીઆઇ બી. બી. જાડેજાએ હાથ ધરી છે.
(3:51 PM IST)










