તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
બિન ખેડૂતને ખેતીની જમીન ધારણ કરાવી શકે તે સરકારના ઇરાદા આવકારદાયક છે : મૂકેશ ધોળકિયા

બિનખેડવાણ જમીનો અને પડતર પડી રહેલી જમીનોમાં કૃષિ ક્રાંતિ આવશે : હજારો નવ યુવાનોને રોજગારીરૂપે ખેતીનું કામ મળશે
જુનાગઢઃ મહાનગરપાલિકા જૂનાગઢના ત્રણ ટર્ર્મ કોર્પોરેટર રહેલા અને પાણી અને પાણીની વિતરણની બાબતોના નિષ્ણાંત શ્રી મુકેશ ધોળકિયા એ જણાવ્યું હતું કે રૂપાણી સરકારે ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રે અને શહેરી વિકાસ માટે અનેક નવા ક્રાંતિકારી આદેશો આપ્યા પછી ભુપેન્દ્રભાઇ પટેલની સરકાર રાજ્યના બિન ખેડુતને ખેતીની જમીન ધારણ કરી શકે તેવી જોગવાઇ કરે તેવા વર્તમાનપત્રોમાં પ્રસિધ્ધ થયેલા સમાચારો જો સાચા પડે તો સમગ્ર ગુજરાતમાં એક નવી હરિયાળી ક્રાંતિ ઉભી થશે.
કૃષિ અને બાગાયતિ જમીનોના સંશોધન દરમિયાન એવું જણાયું છે કે હાલની ખેતીની જમીનમાં માત્ર ૧૬% ટકા જેટલી ખેતીની જમીન ઉપર કૃષિ ઉત્પાદન થાય છે બાકીની ૮૪% જમીન બિનખેડવાણ પડી રહે છે. પરિણામે આજે પણ આપણે કૃષિ ઉત્પાદનોની નિકાસ ને બદલે આયાત ઉપર નિર્ભર રહીએ છીએ.
વધતી જતી વસ્તીની માંગ અને પુરવઠો જાળવી રાખવા સરકારે જો બિન ખેડૂતને ખેતીની જમીન ધારણ કરવાનો નિર્ણય કરે તો સો ટકા ખેતીની જમીન ઉપર વાવણી થાય, ઉત્પાદન થાય તો રાજ્યમાં જબરદસ્ત આર્થિક રીતે અને કૃષિ ક્ષેત્રે પણ ક્રાંતિ થાય તેમ છે.જો સરકાર વાસ્તવમાં બિન ખેડૂતોને ખેતીની જમીન ખરીદવાની જોગવાઇ લાગુ કરે તો રાજ્યના અનેક નવ યુવાનો ખેતીને ઉદ્યોગના રૂપમાં લઇને નવા નવા ઉત્પાદનો ફુલ, ફળ, ઝાડ, ઔષધિય વનસ્પતિ, મગફળી કપાસ જેવા કૃષિ ઉત્પાદનો ની ખેતી કરીને પગભર થાય તેમ છે અને હજારો, લાખો યુવાનો અને નવા લોકોને રોજીરોટી મળી રહે તેમ છે.
આવા સંજોગોમાં બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકે તો તેને મૂલ્યવર્ધક ઉત્પાદન કરે અને જૈવિક અને પ્રેસ્ટીસાઇડ દવા વગરના ઉત્પાદનો અને ગાય આધારિત ખેતરની ખેતીમાં જબરદસ્ત ક્રાંતિ થાય તેમ છે માટે જો ગુજરાતની ભાજપ સરકાર બિન ખેડૂતને ખેતીની જમીન ધારણ કરવાનો અને ખેતીને ઉદ્યોગ ગણવાનો ક્રાંતિકારી નિર્ણય કરશે તો ગુજરાત રાજ્ય એક નવી ઊંચાઇ ઉપર જશે તેમ શ્રી મુકેશ ધોળકિયા એ જણાવ્યું હતું. (મો. ૯૮૭૯૫ ૧૧૩૩૭)
(3:51 PM IST)










