<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

મહિલા કોલેજ ખાતે સોમ-મંગળ ‘આરોહણ ર૦ર૪' પર્યાવરણ, સંરક્ષણ અને સાઇબર ક્રાઇમ વિશે જાગૃતિ લાવવા

સાંસ્‍કૃતિક, પર્યાવરણ, સાઇબર સિકયુરીટી અને બીઝ માર્કેટ જેવા મોડલ અને સ્‍ટોલ્‍સઃ જાહેર જનતાને આમંત્રણ

રાજકોટઃ શ્રી જલારામ ઉચ્‍ચ કેળવણી મંડળ રાજકોટ સંચાલીત માતુશ્રી વિરબાઇમાં મહિલા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્‍ટ એન્‍ડ આઇટી દ્વારા ‘આરોહણ ર૦ર૪'નુ઼ તા. ૩૦ અને ૩૧ ડિસેમ્‍બર (સોમ-મંગળ)ના રોજ આયોજન કરવામાં આવેલ છે.

જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્‍કૃતિક, પર્યાવરણ, સાઇબર સિકયુરીટી અને બીઝ માર્કેટ જેવા અને આકર્ષક મોડલ તથા સ્‍ટોલ્‍સનું આયોજન કરવામાં આવેલ છે. આયોજનનો મુખ્‍ય હેતુ આપણી સાંસ્‍કૃતિક વિશિષ્‍ટતાઓ, પર્યાવરણ સંરક્ષણ અને સાઇબર ક્રાઇમ વિશે જાગૃતિ આપવાનો છે. આયોજનનો સફળ બનાવવા માટે અંદાજીત રપ૦થી વધારે વિદ્યાર્થીનીઓ એ જહેમત લીધેલ છે. જાહેર જનતાને આમંત્રણ પાઠવ્‍યું છે.

(3:05 PM IST)