તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
અશાંત ધારા વાળી મિલ્કતના દસ્તાવેજ નોંઘણીમાં જરૂરી દસ્તાવેજ ઈન્ડેક્ષની
નકલો જોડવાના વલણ અંગે રેવન્યુ પ્રેકટીશ નરએસો.ની રજૂઆત દસ્તાવેજ-ઈન્ડેક્ષ ‘નોટરી ટુ કોપી' ચલાવવા નાયબ કલેકટરને રેવન્યુ વકીલોની રજૂઆત

રાજકોટ, તા.૨૮: અત્રે રેવન્યુ પ્રેક્ટીશનર એસોસીએશનએ નોંધણી સર નિરીક્ષક-ગાંધીનગર તથા મદદનીશ નોંધણી નિરીક્ષક શ્રી ચારેલને રજૂઆત કરેલ કે રાજકોટમાં ઝોન-૪(રૈયા)માં લાંબા સમયનું વેઇટીંગ છે તેથી અરજદારોને મુશ્કેલી ન પડે તે માટે વધારાના સ્લોટ ખોલવા તેને અનુસંધાને શ્રી ચારેલ એ સત્વેર વડી કચેરીમાં ફોન દ્વારા તથા લેખીતમાં જણાવતા તેની તથા એસોસીએશનએ કરેલ રજુઆતને ધ્યાનમાં લઈ સત્વરે એક કલાકનો સમય વધારી નવા સ્લોટ ખોલવામાં આવેલ છે.
તેમજ વિશેષમાં એસોસીએશનએ રજુઆત કરેલ કે વડી કચેરીએ ઍક ડેડ લાઈન જેમ કે ત્રણ દિવસ કે પાંચ દિવસનું વેઈટીંગ થાય તેઓટોમેટિક વધારાના સ્લોટ ખુલી જાય તેવું કાયમી ધોરણે સોફટવેરમાં અપડેશન કરવા વિનંતી કરેલ છે તેનો પણ શ્રી ચારેલ એ હકારાત્મક જવાબ આપેલ છે.
રાજકોટમાં અસંખ્ય વિસ્તારોમાં ઘણા લાંબા સમયથી અશાંત ધારો અમલમાં આવેલ. છે અને હજુ અન્ય વિસ્તારોમાં પણ અશાંત ધારો લાગુ પાડવાની સરકારશ્રી વિચારણા કરી રહી છે ત્યારે અરજદારોને અશાંત ધારાની વેચાણની પુર્વ મંજુરી મેળવવામાં ખુબ જ મુશ્કેલીઓ પડી રહી હતી તેના અનુસંધાને રેવન્યુ પ્રેક્ટીશનર એસોસીએશનના પ્રમુખશ્રી એન. જે. પટેલની આગેવાની હેઠળ અન્ય હોદેદારો તથા વિશાળ સંખ્યામાં હાજર રહેલ એસોસીએશનના સભ્યોને સાથે રાખી નાયબ કલેક્ટર પ્રાંત ૧ શ્રીમતી ચાંદનીબેન પરમારને રજૂઆત કરેલ જેમાં મુખ્યત્વે નીચેના મુદાઓ સામેલ રહેલ હતા.
(૧) અશાંત ધારાની અરજી સાથે દરેક અરજીઓમાં જુદા-જુદા આધાર પુરાવાઓ માંગવામાં આવે છે તેથી અરજદારોએ અરજી સાથે કયા કયા પુરાવાઓ રજૂ કરવા તેનું લીસ્ટ ઓફીસના નોટીસ બોર્ડ ઉપર લગાવવું જેથી એક સુત્રતા જળવાઈ રહે તેવી રજુઆત કરવામાં આવેલ તેના અનુસંધાને નાયબ કલેકટર પ્રાંતશ્રી શ્રીમતી ચાંદનીબેન પરમારએ અરજી સાથે રજુ કરવાના પુરાવાઓનું લીસ્ટ હવે પછી ઓફીસના નોટીસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે તેવો હકારાત્મક નિર્ણય લીધેલ છે.
(૨) અરજી સાથે દસ્તાવેજની સર્ટીફાઈડ નકલ તથા ઈન્ડેક્ષની ખરીનકલ પણ જોડવાનું કચેરી દ્વારા જણાવવામાં આવતું હતુ તેનાથી અરજદારોને બીન જરૂરી આર્થીક માર પડતો હતો અને સમય પણ વેડફાતો હતો તેથી દસ્તાવેજ નોટરીટ્રુ કોપી ચલાવવા તથા નાયબ કલેકટર શ્રી અશાંત ધારાની મંજુરીથી મીલ્કતનો ટાઈટલ રીપોટ આપતા નથી તેનો ઉલ્લેખ અશાંત ધારાના હુકમની શરતોમાં પણ કરવામાં આવે છે તેવી રજુઆત કરેલ તેના અનુસંધાને જણાવવામાં આવેલ કે દસ્તાવેજની નોટરી ટ્ર કોષી તથા ઈન્ડેટાની ખરીનકલ રજુ રાખવી તેવો હકારાત્મક નિર્ણય નાયબ કલેક્ટર પ્રાંતશ્રી શ્રીમતી ચાંદનીબેન પરમારએ લીધેલ છે.
આ રજુઆતમાં નીચે મુજબના એસોસીએશનના હોદેદારો તથા સભ્યો વિશાળ સંખ્યામાં હાજર રહેલ હતા. રેવન્યુ પ્રેકટીશનર એસોસીએશનના પ્રમુખ એન.જે.પટેલ, ઉપપ્રમુખ કિશોરભાઈ સખીયા, સેક્રેટરી જી. એલ. રામાણી તથા સીનીયર એડવોકેટ પંકજભાઈ કોઠારી, અતુલભાઈ દવે, યતીનભાઈ ભટ્ટ, સુરેશભાઈ ફળદુ, મેહુલભાઈ મહેતા, આર.ડી. ઝાલા, હિતેશ મહેતા, દિલેશ શાહ, રાકેશ ગૌરવામી, હેમંત ભટ્ર, મહેશ રાખીયા, કેતન ગોસલીયા, નરેશ દવે, પ્રણવ પટેલ, યોગેશ સોમમાણેક, રાજકોટ બારના સેક્રેટરી સંદિપભાઈ વેકરીયા, જો. સેક્રેટરી જીતુભાઈ પારેખ, કારોબારી સભ્યો કિશન રાજાણી અને હિરેન ડોબરીયા તથા અમીત વેકરીયા, વિદીત ડોબરીયા, મનીપ પંડયા, નિલેશ દક્ષીણી, વિશાલ જોશી, એ. એ. ડેલા, ભાવિક આંબલીયા, મુકેશ કેસરીયા, ભરત ગંડેચા, સુરેશ ગંડેચા, ઉદય ગંડેચા, કુણાલ હાંસલીયા, સુજેન સોમમાણેક, સંદીપ ખેમાણી, ધનરાજ સાવલીયા, વિવેક લીંબાસીયા, પી. એમ. પટેલ, અંજનાબેન ખુંટ વિગેરે હાજર રહેલ હતા
(4:05 PM IST)










