તા. ૩૦ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 28th December 2024
આજે રાત્રે નાઇટ હાફ મેરેથોનમાં ૫ હજાર દોડવીરો ઉતરશે રસ્તા ઉપર
રાજકોટ રનર્સ એસોશીએશન, શહેર પોલીસ, મ્યુ. કોર્પોરેશન અને રોટરીના સંયુક્ત ઉપક્રમે સતત બીજા વર્ષે બેનમુન આયોજન આયોજકો દ્વારા ર્પાકિંગની વ્યવસ્થા જાહેર, સ્પર્ધકોને વ્યવસ્થામાં સહકાર આપવા અનુરોધ : સુચારૂ સંચાલન માટે રાજકોટ પોલિસ સહિત ૧૨૦૦ સ્વયંસેવકોની ટીમ ખડેપગે રહેશે : આયોજકો દ્વારા રિફ્રેશમેન્ટ, એમ્બયુલન્સ સહિતની મેડીકલ વ્યવસ્થાઓ કરવામાં આવી છે

રાજકોટ,તા.૨૮ : રાજકોટ રનર્સ એસોસીએશન અને રોટરી કલ્બ ઓફ રાજકોટ ગ્રેટરના સંયુકત ઉપક્રમે રાજકોટમાં યુવાધનને સ્વાસ્થ્ય અને હેલ્ધી લાઇફ સ્ટાઇલ પ્રત્યે જાગળત કરવા, તેમજ સમાજીક અને પર્યાવરણ સંરક્ષણની બાબતો અંગે પ્રોત્સાહીત કરવાના ઉમદા ઉદ્દેશથી રાજકોટ પોલીસ અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે ઓમનીટેક નાઇટ હાફ મેરેથોન ૨.૦ માટે આયોજકો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આજે તા. ૨૮ ડિસેમ્બરને શનિવારના રોજ રાત્રે ૧૦ કલાકે રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતેથી નાઇટ હાફ મેરેથોનનું ફલેગ ઓફ ગુજરાતના રમતગમત મંત્રી અને ગળહ રાજય મંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવશે.
સહભાગીઓ માટે હોલ્ડિંગ એરિયા રેસકોર્સ મેદાન રહેશે. ફ્લેગ ઓફ થયા બાદ રેસ શરૂ થશે. ૨૧ કિમી દોડ માટે રાત્રે ૧૦ કલાકે ફ્લેગ ઓફ થશે અને ૧૦ કિ.મી દોડ માટે રાત્રે ૧૦:૧૫ કલાકે ફ્લેગ ઓફ થશે. ૨૧ કિમી દોડ માટે એરપોર્ટ ગેટ પર જમણો વળાંક - કિસાન પરા ચોક- રૈયા અર પાસ - હનુમાન મઢી- રૈયા ચોકડીથી ડાબો વળાંક- ૧૫૦ ફૂટ રિંગ રોડ- નક્ષત્ર બિલ્ડિંગ થી બ્રિજ ઉપર થઈને આગળના ત્રણેય બ્રિજ પસાર કરીને પુનિત નગર ટાંકી થી યુ ટર્ન લઇને અને પાછા સ્ટાટીંગ પોઈન્ટ પર પરત આવવું. જ્યારે ૧૦ કિમી દોડ માટે નક્ષત્ર બિલ્ડીંગ થી સીધા - આલીશાન બિલ્ડીંગ - ઇન્દિરા સર્કલ અને યુ ટર્ન કરતા અને પ્રારંભિક સ્થાને પરત આવવું. આ મુજબ બન્ને દોડ માટે રુટ નક્કી કરવામાં આવેલ છે.
દેશના અન્ય શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં દોડવીરો રાજકોટ આવી પહોંચ્યા છે અને રાજકોટના રનર્સની સાથે તેમની પ્રેકટીસ રનની તૈયારીઓ કરી રહ્યા છે. દરેક સ્પર્ધકને ટી-શર્ટ અને આર.એફ.આઇ.ડી. સહીતની કીટ આપવાની પ્રક્રિયા પૂર્ણતા તરફ છે. આર.એફ.આઇ.ડી. દ્વારા દરેક સ્પર્ધકનું રીયલ ટાઇમ મોનીટરીંગ અને તેના સ્ટાર્ટ અને એ ટાઇમીંગને ચોક્કસ પણે કોમ્પયુટર સિસ્ટમમાં રજીસ્ટર કરવામાં આવશે. સ્પર્ધઓની તમામ સુવિધાને ધ્યાનમાં રાખતા દોડના રુટ ઉપર ૭ હાઇડ્રેશન સેન્ટર, ફિઝિયોથેરાપિસ્ટ તેમજ ખોડલધામ સ્વયંસેવકો, રાજકોટ રનર્સ સ્વયંસેવકો અને પોલીસ સહિત લગભગ ૧૨૦૦ સ્વયંસેવકો ખડેપગે રહેશે. દોડના રુટ ઉપર ૦૩ વોટર સ્ટેશન, ૦૪ એનર્જી ડ્રીંક સ્ટેશનમાં ફળો - ચિક્કી - કેળા ઉપલબ્ધ રાખવામાં
આવશે. આ સાથે વોશરૂમ, એમ્બ્યુલન્સ, રીકવરી બે અને સ્થળ ઉપર સિનર્જી હોસ્પિટલના ડોકટારોની ટીમ ખડેપગે રહેશે. વોલીયન્ટર્સ પણ આખા રુટ પર તૈનાત રહેશે, જેથી સ્પર્ધકોને ગાઇડ કરી શકાય. આખા રુટ પર લાઇટીંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
શહેરની ટ્રાફિકની સમસ્યામાં વધારો ન થાય, તેમજ અન્ય શહેરીજનોને કોઇ તકલીફ ન પડે તે માટે આયોજકો દ્વારા તમામ સ્પર્ધકો અને તેમનો ઉત્સાહ વધારવા આવનાર શહેરીજનોને પોતાના વાહનો આયોજકો દ્વારા સુચવેલ જગ્યાઓ પર જ પાર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે. ફોર વ્હિલર માટે આયકર વાટીકાની બાજુમાં આવેલ રિલાયન્સનું ગ્રાઉ અને બહુમાળી ભવનના ગ્રાઉમાં પાકશ્નગ વ્યવસ્થા છે. જયારે ટુ વ્હિલર માટે સર્કિટ હાઉસ સામે એસ.બી.આઈ બેન્કના ગ્રાઉ ઉપરાંત એરપોર્ટ ફાટક પાસેથી રેલ્વે ટ્રેકની બન્ને તરફના રોડ ઉપર તેમજ રેસકોર્ષ રીંગરોડ પર ફન વર્લ્ડ સામેની શેરીઓમાં ત્યાં રહેતા રહિશોને તકલીફ ન પડે તે રીતે પાર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.
હાલમાં જનકલ્યાણ હોલ ખાતે ચાલી રહેલા બીબ ઓકસ્પો પ્રદર્શનમાં ટેક પાર્ટનર સ્પિયર રેઇસના અનુપભાઈ જોષી, નવીલભાઈ વૈષ્ણવ અને હાર્દિકભાઈ ડાંગર સાથે રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર અને રાજકોટ રનર્સ એસો.ના સ્વયંસેવકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ નાઇટ હાફ મેરેથોનના અયોજનને સફળ બનાવવા રાજકોટ રનર્સ એસોસીએશનના પ્રમુખ ડો.અજીતસિંહ વાઢેર, ઉપપ્રમુખ ડો. દેવેન્દ્ર રાખોલીયા, મંત્રી ડો. દિપ્તિ મહેતા, સહ-મંત્રી રવિ ગણાત્રા, શૈલેષભાઈ ગોટી, જયનિશભાઈ મુંગપરા, સનતભાઈ માખેચા, પ્રોજેકટ ચેરમેન પુનિતભાઈ કોટક, રોટરી કલ્બ ઓફ રાજકોટ ગ્રેટરના પ્રેસિડન્ટ જયદિપભાઈ વાઢેર, સેક્રેટરી આશિષભાઈ જોષી, રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના પૂર્વ પ્રમુખ દિપેનભાઈ પટેલ અને પૂર્વ પ્રમુખ મેહુલભાઈ નથવાણી સહીતના તમામ હોદ્દેદારોના માર્ગદર્શનમાં રાજકોટ રનર્સ એસો. અને રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
(3:46 PM IST)










