તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
રિધ્ધી સિધ્ધીના નાલા પાસે રહેતાં અશોકભાઇનું મોતઃ વાલીની શોધખોળ

રાજકોટ તા. ૨૮: ગોંડલ રોડ રિધ્ધી સિધ્ધીના નાલા પાસે રહેતાં અશોકભાઇ અમીરઅલી વડસરીયા (ઉ.વ.૪૨) નામના યુવાન ૧૯/૧૨ના રોજ બિમારી સબબ ગોકુલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. અહિ સારવાર દરમિયાન મૃત્યુ થતાં આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી. મૃતકના કોઇ વાલીવારસ ન હોઇ મૃતદેહ કોલ્ડ રૂમમાં રખાયો છે. તસ્વીરમાં દેખાતા મૃતકના સગા હોય તો આજીડેમ પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.
(3:14 PM IST)










