<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

વકીલો સોમવારે કામકાજ કરી શકશે બાર એસો.એ કરેલ ઠરાવ પાછો ખેંચ્‍યો

પૂર્વ વડાપ્રધાન મનમોહનનું અવસાન થતાં લેવાયેલ નિર્ણય

રાજકોટ તા. ર૮ :..  રાજકોટ શહેરના ઈન્‍ચાર્જ પ્રમુખ સુમીત વોરા, સેક્રેટરી સંદીપ વેકરીયા, જો.સેક્રેટરી જીતુભાઈ પારેખ, ટ્રેઝ૨૨ પંકજ દોંગા, લાઈબ્રેરી સેક્રેટરી કેતન મંડ દ્વારા ગઈ કાલે સકર્યુલર ઠરાવ કરી અને સોમવારે બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતનો કાર્યક્રમ હોય જેથી કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહેવાનો ઠરાવ કરેલ હતો અને અમદાવાદ કાર્યક્રમમાં આવનાર એડવોકેટોએ પોતાનુ કાર્ય અન્‍ય વકિલોનો સોપેલ હોય જેથી કોર્ટ કાર્યવાહી પોતાના કેસોની ચાલુ રહેશે.

પરંતુ રાજકોટ બા૨ના એસો.ના સભ્‍યોએ પૂર્ણ વિચારણા કરતા ચોકકસ વકીલ ભાઈ બહેનો અમદાવાદ કાર્યક્રમમાં જવાના હોય ત્‍યારે કોર્ટનું કામકાજ ચાલુ રાખવુ હિતાવહ છે કોર્ટમાં પેન્‍ડિંગ કેસોની સંખ્‍યા જોતા કાર્યવાહી થી અલીપ્ત રહેવું યોગ્‍ય જણાયેલ ન હોય જેથી કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત સોમવારે રહેવાનો ઠરાવ સંપૂર્ણ વિચાર પછી પાછો ખેંચેલનુ કારોબારી સભ્‍ય પ્રગતી માંકડીયા, તુષાર દવે, સંજય ડાંગર, અશ્વિન રામાણી, કિશન રાજાણી, નિકુંજ શુકલ, પરેશ પાદરીયા, મુનીષ સોનપાલ, હિરેન ડોબરીયા, રક્ષાબેન ઉપાઘ્‍યાય સહિતનાએ જાહેર કરેલ છે.

(3:51 PM IST)