<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

રાજકોટમાં આજે સાંજે શ્રધ્‍ધાંજલી સભા

 

રાજકોટઃ દેશના આર્થિક સુધારાના જનક પુર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ ના નિધનથી દેશે એક પનોતા પુત્ર ગુમાવવા સાથે એક યુગનો અંત આવ્‍યો છે. દેશની આવી ગૌરવશાળી પ્રતિભાને ભાવાંજલી અર્પણ કરવા ડેમોક્રેટીક એકશન ગૃપ અને યુથ ફોર ડેમોક્રેસીના સંયુકત ઉપક્રમે એક શ્રધ્‍ધાંજલી સભાનું આયોજન આજરોજ શનિવારે સાંજે પઃ૩૦ કલાકે ભારત સેવક સમાજ, બાલભવનની બાજુમાં કરવામાં આવેલ છે. સૌને ઉપસ્‍થિત રહેવા ગૃપના ચેરમેન યશવંતભાઇ જનાણી તથા યુથ ફોર ડેમોક્રેસીના પ્રમુખ એડવોકેટ હિંમતભાઇ લાબડીયાની યાદીમાં જણાવાયું છે.

(3:51 PM IST)