તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
અમદાવાદ,રાજકોટ,સુરત, ભાવનગર, વડોદરા અને જામનગર જેવા શહેરોના લોકોનું પ્રાયમરી માર્કેટમાં મોટું રોકાણ
ગળહ ઉદ્યોગ ની જેમ કુટુંબ ના દરેક સભ્યોના નામે આઇ.પી.ઓ મા શેરો મેળવવા અરજીઓ કરવા મા આવે છે : ગુજરાતમાં દબદબો : IPO માં સિંહ ફાળો.....

રાજકોટ તા.૨૮: ગુજરાતીઓનો શેરબજારમાં સિંહ ફાળો રહ્યો છે.ખાસ કરીને ગુજરાતીઓ રિસ્ક ટેકર હોય છે અને હાલમા શેરબજાર મા ખાસ કરીને આઈ.પી.ઓ માં એટલે કે પ્રાઇમરી માર્કેટમાં જોરદાર તેજી ચાલી રહી છે.ત્યારે આનો લાભ લેવામા ગુજરાતી ઓ એ પાછા પાણી નથી કરી. કરોડો-અબજો રૂપિયા ગુજરાતીઓ ઠાલવી રહ્યા છે.
કુટુંબના દરેક સભ્યોના નામે શેરો મેળવવા અરજીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતના ઘણા બધા શહેરોમાં નો ફાળો પ્રાઇમરી માર્કેટમાં વધારે છે.જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર, વડોદરા અને જામનગરનો મુખ્ય ફાળો છે. અમદાવાદ જેવા શહેરમાં ૪૦% થી વધુ લોકો શેર બજારમાં નાણા રોકી રહ્યા છે. જ્યારે રાજકોટ ૩૦%,સુરત ૨૫% અને વડોદરા, જામનગર, ભાવનગર મા પણ ૨૦% થી વધુ લોકો શેરબજારમાં રસ દાખવી રહ્યા છે.
ઘણા કુટુંબો મા તો બાળકનો જન્મ થતાં જ તેના આધાર કાર્ડ-પાનકાર્ડ કઢાવીને બેન્ક એકાઉન્ટ ઓપન કરવામાં આવી રહ્યા છે.જેવું પાનકાર્ડ નીકળી જાય અને બેન્ક એકાઉન્ટ ખુલી જાય એટલે શેર બજારમાં ડીમેટ એકાઉન્ટ ઓપન કરાવી લે છે. ટ્રેડિંગ એકાઉન્ટ ઓપન કરાવી લે છે અને બાળકના નામે એટલે કે માયનર ના નામે શેરો મેળવવા અરજીઓ કરવામા આવે છે. ઘણા કિસ્સામા એક થી બે મહિના ના બાળકના નામે એકાઉન્ટ ખુલવા મા આવી રહ્યા છે. માયનર એકાઉન્ટ ખોલવા માટે શેર બ્રોકરો ને ત્યાં સારા આઈ.પી.ઓ વખતે લઈને લાગતી હોય છે.
હાલની શેર બજાર ની તેજીનો લાભ ગુજરાતીઓ લઈ રહ્યા છે. આવનારા સમયમાં ઘણા બધા આઇ.પી.ઓ પાઇપલાઇન મા છે. ૨૦૨૪ મા વૈશ્વિક સ્તરે સૌથી વધુ આઈ.પી.ઓ ભારતમાં બહાર પડ્યા ના પણ સમાચાર છે.
ગુજરાતીઓ તેમના મુખ્ય ધંધા-રોજગાર તરીકે શેરબજાર નો લાભ લઈ રહ્યા છે. ફુલ ટાઈમ બિઝનેસ કરીને શેર બજાર માં વ્યસ્ત જોવા મળી રહ્યા છે.
શેરબજાર ના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણી ના જણાવ્યાનુસાર આ સપ્તાહના દરેક આઇ.પી.ઓ મા પ્રીમિયમ થ્રી જ લિસ્ટિંગ થયું છે રોકાણકારોને શેરોનું એલોટમેન્ટ આવ્યું હોય તો સરવાળે નફો જ થયો છે.
(3:22 PM IST)










