<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

હવે કોરોનાની અસર ઘણી ઓછી થઈ ગઈ છે પરંતુ પીએમ કેર્સ ફંડમાં પૈસા હજુ પણ આવી રહયા છે

 

નવી દિલ્‍હી, તા.૨૮: કોરોનાના સમયગાળા દરમિયાન, લોકડાઉનના ત્રીજા દિવસે, મોદી સરકારે પીએમ કેર્સ ફંડ બનાવવાનો નિર્ણય લીધો હતો. તેને બનાવવાનો હેતુ એ હતો કે કોઈપણ સ્‍વાસ્‍થ્‍ય કટોકટીનો સામનો કરવા માટે સરકાર પાસે એક અલગ નાણાકીય ભંડોળ હોવું જોઈએ જેથી નાણાંની સરળતાથી વ્‍યવસ્‍થા થઈ શકે. હવે કોરોનાની અસર ઘણી ઓછી થઈ ગઈ છે, પરંતુ પીએમ કેર્સ ફંડમાં પૈસા હજુ પણ આવી રહયા છે.

નવા ડેટા દર્શાવે છે કે ૨૦૨૨-૨૦૨૩માં પીએમ કેર ફંડમાં ૯૦૯.૬૪ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્‍યા છે. આ ઉપરાંત, ફંડને વિદેશી રોકાણકારો પાસેથી રૂ. ૨.૫૭ કરોડ પણ મળ્‍યા છે. મોટી વાત એ છે કે વ્‍યાજની સારી રકમ પીએમ કેર ફંડમાં પણ ગઈ છે. ૯૧૨ કરોડ રૂપિયાના દાનમાંથી વ્‍યાજની આવક ૧૭૦.૩૮ કરોડ રૂપિયા હતી. લગભગ રૂ. ૨૨૫ કરોડ વિવિધ પ્રકારના રિફંડ દ્વારા પણ જમા કરવામાં આવ્‍યા હતા

(3:34 PM IST)