તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
શ્રેષ્ઠ અર્થશાસ્ત્રી ડો. મનમોહન સિંઘની રાષ્ટ્રીય શાળાના પ્રાર્થના હોલમાં સોમવારે સાંજે ૫ થી ૬ પ્રાર્થનાસભા

રાજકોટ : શહેરના તમામ વેપારી મંડળો, ઉદ્યોગપતિઓ, શ્રેષ્ઠીઓ, શહેરની સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, બાર એસોસિએશન, પત્રકાર મિત્રો,એડવોકેટ મિત્રો, તબીબી મિત્રો, તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ કાર્યકર મિત્રો, ચૂંટાયેલા શહેર/જિલ્લાના પ્રતિનિધિઓ દરેક રાજકોટ ના નગરજનો ને પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંધની સોમવારે સાંજે ૫ થી ૬ વચ્ચે યોજાયેલ પુષ્પાંજલિના કાર્યક્રમમાં પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહેવા નમ્ર વિનંતી કરવામાં આવે છે.
ડો. સિંઘની ચીર વિદાયથી દેશભરમાં શોકનું મોજુ છવાયું છે અને આજરોજ મનમોહનસિંઘના પાર્થિવ દેહ પંચમહાભુત માં વિલીન થયો છે. ભારત સરકારે સાત દિવસનો શોક જાહેર કર્યો છે તેમજ ગુજરાત સરકારે પણ તમામ કાર્યક્રમો રદ કર્યા છે . ડો. મનમોહનસિંઘ ને રાજકોટના પ્રજાજનો દ્વારા હૃદયથી શ્રદ્ધાંજલિ આપવા સોમવારે પ્રાર્થના સભા હોવાનું જણાવાયું છે.
પ્રાર્થના સભા તારીખ - ૩૦ ડીસેમ્બર ૨૦૨૪, સાંજે ૫ થી ૬ કલાકે, રાષ્ટ્રીય શાળાના પ્રાર્થના હોલમાં, રાજકોટ ખાતે.
(3:51 PM IST)










