તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
પાસામાંથી મુકત થયેલા ૧૦૦ થી વધુ હિસ્ટ્રીશીટરોને સારા રસ્તે જીંદગી જીવવાના પાઠ ભણાવતા ડીસીપી બાંગરવા

રાજકોટઃ ૩૧ મી ડીસેમ્બરની ઉજવણી શહેરમાં શાંતિપુર્ણ રીતે થાય અને અસામાજીકો તેમના લખણ ન ઝળકાવે તે માટે છેલ્લા કેટલાક દિવસોથી શહેરની મહત્વની ક્રાઇમ બ્રાન્ચ, ટ્રાફીક બ્રાન્ચ અને જુદા જુદા પોલીસ સ્ટેશન દ્વારા ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન ડ્રીંક એન્ડ ડ્રાઇવના ગુન્હાઓ નોંધી વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ વચ્ચે આજે પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા અને અધિક પોલીસ કમિશ્નર શ્રી મહેન્દ્ર બગડીયાની સુચના અંતર્ગત ડીસીપી જગદીશ બાંગરવા અને ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત બસીયા દ્વારા છેલ્લા ર વર્ષ દરમિયાન પાસા હેઠળ જેલમાં ગયેલા અને મુકત થયેલા ગુન્હેગારોને ક્રાઇમ બ્રાંચે એકઠા કરી આવતા દિવસોમાં ગુન્હાખોરીથી દુર રહી સારા રસ્તે જીંદગી વિતાવવાના પાઠ ભણાવવામાં આવ્યા હતા. તમામ હિસ્ટ્રીશિટરોએ ભવિષ્યમાં ગુન્હો નહિ આચરવાની ઉપસ્થિત અધિકારીઓને ખાત્રી આપી હતી.
(3:37 PM IST)










