<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

શિયાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો : જાણો રાજકોટ માર્કેટયાર્ડમાં શું રહ્યા શાકભાજીના ભાવ ?

લીંબુના ભાવ 200થી 850, બટેટા 450થી 600, ડુંગળી સુકી 130થી 460, કોથમરી 100થી 200, રીંગણા 80થી 200, કોબીજ 40થી 80 સુધી ભાવ બોલાયા : જાણો અન્ય શાકભાજીના ભાવ

રાજકોટ : શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને શિયાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બઝેટ પર પડતી હોય છે. જાણો રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના શું રહ્યા નવા ભાવ

આજે રાજકોટ યાર્ડના લીંબુના ભાવ 200થી 850, બટેટા 450થી 600, ડુંગળી સુકી 130થી 460, કોથમરી 100થી 200, રીંગણા 80થી 200, કોબીજ 40થી 80, કારેલા 600થી 700, તુવેરસીંગ 500થી 700, બીટ 200થી 400, આદુ 700થી 800, ચણા લીલા 200થી 600 અને હળદર લીલી 600થી 900 જોવા મળ્યો છે.

 

(7:11 PM IST)