<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th December 2024

રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓએ વેચાણ અર્થે અડદિયો બનાવ્યો :ધૂમ ખરીદી : બે મહિનામાં 1400 કિલો વેચાણ

રાજકોટમાં જેલના સેલ ગૃહ તેમજ કાલાવડ રોડ પર અડદિયાનું વેચાણ

રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓએ વેચાણ અર્થે અડદિયો બનાવ્યો છે. છેલ્લા બે મહિનામાં 1400 કીલો અડદિયા બનાવ્યો હતો. જેનુ રાજકોટના માર્કેટમાં નહીં નફા નહીં નુકસાનના ધોરણે જાહેર વેચાણ કરવામાં આવ્યું હતું. 

   જેલના કેદીઓ દ્વારા બનાવેલા અડદિયામાં માત્ર 10% નફો રાખીને કેદીઓ દ્વારા વેચાણ કરવામાં આવે છે. બજારમાં વેચાતા અડદિયા કરતા રૂ.200 થી રૂ.250 સુધી સસ્તો અડદિયા હોય છે. રાજકોટ જેલના અડદિયાનો વહેંચાણ ભાવ પ્રતિ કિલોએ રૂપિયા 440 રાખવામાં આવ્યો છે.

  કેદી દ્વારા બનાવેલા અડદિયાના વેચાણમાંથી આવનારી આવકનો એક હિસ્સો કેદી કલ્યાણ માટે ખર્ચ કરવામાં આવે છે. રાજકોટમાં જેલના સેલ ગૃહ તેમજ કાલાવડ રોડ પર અડદિયાનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું જેલરે જણાવ્યું હતું.

(5:20 PM IST)