<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

નરેન્‍દ્રભાઇનો ડ્રીમ પ્રોજેકટ ‘‘લાઇટ હાઉસ'' માલાણી કન્‍ટ્રકશનના કારણે અંધકારમય

છેવાડાના લોકો સુવિધાથી વંચિત : બાંધકામમાં નબળી ગુણવતાઃ ઠેર-ઠેર લીકેજ, લાદી ઉંચા-નીચી, પ્‍લાસ્‍ટર ખરી પડવા સહિતની મુશ્‍કેલીઓ સામે રહેવાસીઓએ બંડ પોકાર્યુઃ હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરવા તૈયારી

‘‘ અકિલા'' ખાતે વ્‍યથા ઠાલવતા ફલેટ ધારકોઃશહેરની ભાગોળે નરેન્‍દ્રભાઇના ડ્રીમ પ્રોજેકટ એવા લાઇટ હાઉસના બાંધકામમાં નબળી ગુણવતા, સુવિધાઓનો અભાવ  સહિતના મુદ્‌ે ‘‘ અકિલા'' ના કાર્યાલય ખાતે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા ને ફલેટ ધારકોએ અસુવિધાઓ અંગે માહિતિ આપી વ્‍યથા ઠાલવી હતી. તે વખતની  તસ્‍વીર.(તસ્‍વીરઃ અશોક બગથરીયા): જાયે તો કહાં જાયે.... શહેરના રૈયા ગામ વિસ્‍તારમાં સ્‍માર્ટ સીટીમાં આવેલ જીજાબાઇ ટાઉનશીપ એટલે કે દેશમાં માત્ર ૬ જગ્‍યાએ બનાવામાં આવેલ લાઇટ હાઉસ પ્રોજેકટમાં ફલોટમાં દિવાલમાં તિરાડ, લીફટ વારંવાર બંધ, પાણીની રેલમછેલ સહિતના મુદ્‌્‌ે પત્રકાર પરિષદમાં ટાઉનશીપના હોદેદારોએ રોષ ઠાલવ્‍યો હતો. આ પ્રશ્ને તાત્‍કાલીક યોગ્‍ય કરવા માંગ કરી છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૩૦ : શહેરના પરશુરામ મંદિર પાસે, સ્‍માર્ટ સીટી, રૈયા રોડ ખાતે આવેલ લાઈટ હાઉસ પ્રોજેકટમાં માલાણી બીલ્‍ડરા દ્વારા ઘણી ખામીઓને કારણે ફલેટ ધારકો ત્રાહીમામ પોકારી ગયાનો રોષ ઠાલવ્‍યો હતો.

આ અંગે આજે સવારે યોજોલ પત્રકાર પરીષદમાં જીજાબાઇ ટાઉનશીપના હોદ્દેદારોએ જણાવ્‍યું હતું. નબળી કક્ષાનાં બાંધકામથી વરસાદની સીઝનમાં લોકોનાં ફલેટમાં દિવાલ અને છતમાંથી પાણી આવી રહેલ છે. લોકોને ના છુટકે પોતાના ફલેટ છોડીને ભાડે રહેવા જવું પડે એવી પરિસ્‍થીતી ઉભી થઈ છે, નબળી ગુણવતાનાં બાંધકામથી વરસાદ પછી મોટા ભાગનાં ફલેટ ધારકોને દિવાલમાં સતત ભેજ રહે છે. દિવાલમાંથી પ્‍લાસ્‍ટર ઉખડી જાય છે. પેસેજમાં અનેક જગ્‍યાએ લીક્‍ટની આસપાસ આવેલ લાદીઓ ખરી પડે છે. અમુક ફલેટ ધારકોનાં વોશ એરીયાની દિવાલ પણ બહારની સાઈડ ઝુકી ગયેલ છે. દરેક માળનાં પેસેજમાં આવતું વરસાદી પાણીનાં નીકાલની પણ યોગ્‍ય પાઈપલાઈન દ્વારા વ્‍યવસ્‍થા કરવામાં આવેલ નથી. પાર્કિગમાં નબળી કક્ષાનું બાંધકામ કરી આપેલ છે.

 ફલેટની દિવાલમાં ભુવા પડવા, પ્‍લાસ્‍ટર ખરી પડવું આ બધુ જે તે કોન્‍ટ્રાકર દ્વારા નબળી કક્ષાનું બાંધકામ કરેલ છે તે છાંપરે ચડીને  પોકારી રહેલું છે.  બીજો મુખ્‍ય મુદ્દો એ પણ છે કે દરેક ફલેટમાં હોલ અને બેડરૂમમાં ઈલેકટ્રીક બોર્ડમાં જેટલી સ્‍વીચ આપેલ

છે તેટલા હોલ્‍ડર પણ આપેલ નથી જો સ્‍વીચ છે તો તેનું હોલ્‍ડર કેમ આપેલ નથી. આ કોઈ નાની સુની વાત નથી અમારા ૧૧૪૪ ફલેટનાં કેટલા હોલ્‍ડર આવે આવી જ રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવ્‍યોનો આક્ષેપો કર્યો હતો.

સાથે સાથે જ્‍યારે લાઈટ હાઉસ પ્રોજેકટનાં અરજી પત્રકમાં છેલ્લા પેઈઝ ઉપર સ્‍પષ્ટ અને વંચાઈ શકે તેવા અક્ષરોમાં લખેલ હતું કે દરેક ફલેટની સાથે સાથે સેફટી ડોર પણ આપવામાં આવશે. જે તે સમયે સેમ્‍પલ ફલેટ હતો તેમાં આ સેફટી ડોર લગાડેલ હતો. પરંતુ ત્‍યારબાદ એક પણ ફલેટમાં સેફટી ડોર આપવામાં આવેલ નથી જેમાં પણ એક ભ્રષ્ટાચાર કરેલ છે. અને અમોને અમારા મળતી સુવિધાઓથી કોન્‍ટ્રાકટરો દ્વારા આપવામાં આવેલ નથી.

લાઈટ હાઉસ પ્રોજેકટના ૧૧૪૪ ફલેટ ધારકો સ્‍પષ્ટ શબ્‍દોમાં જણાવેલ છે જો સમય મર્યાદામાં બાંધકામમાં રહેલ ક્ષતિ, ઈલેકટ્રીક કોન્‍ટ્રાકટરો દ્વારા કરેલ ભ્રષ્ટાચાર અને અન્‍ય બાબતોમાં કોઈ ઉકેલ નહીં આવે અથવા તો અમારી વાત ધ્‍યાને નહીં લે તો તમામ ફલેટ ધારકો દ્વારા ભારત સરકારશ્રીની હાઈકોર્ટમાં કોન્‍ટ્રાકટર વિરુઘ્‍ધ પીટીશન દાખલ કરી અમો ન્‍યાયની માંગણી કરી ન્‍યાય મેળવીને જ ઝંપીશુ એવું સ્‍પષ્ટ જણાવેલ છે.

ઉપરોકત તમામ મુદ્દાઓ જેમ કે બિલ્‍ડરો દ્વારા કરવામાં આવેલ નબળા બાંધકામથી ફલેટ ધારકોને પડી રહેલી મુશ્‍કેલીઓ, ઈલેકટ્રીક કોન્‍ટ્રાકટરો દ્વારા આપવામાં આવેલ ઓછી સુવિધાઓ, કોમ્‍યુનિટી હોલની સોંપણી હજી સુધી કેમ નથી કરવામાં આવેલ, નબળી કક્ષાનું બાથ ફીટીંગ્‍સ તમામ બાબતોનું યોગ્‍ય નિરાકરણ સમય મર્યાદામાં નહીં આવે તો ન છુટકે અમારે ગાંધી ચિંધ્‍યા રાહે આંદોલન ક પડશે અને તેનાથી જે કંઇ પરિણામ ઉદભવે જેની તેની જવાબદારી જે તે કસુરવાર વ્‍યકિતઓની રહેશું. તેમ જણાવ્‍યું હતું.

આ પત્રકાર પરિષદમાં લાઈટ હાઉસ પ્રોજેકટનાં પ્રમુખ જયેશભાઈ સોની, ઉપપ્રમુખ મયુરીબા પરમાર, મંત્રી પિયુષભાઈ જોશી અને ખજાનચીશ અલ્‍પેશ ગોહીલ તેમજ કમીટી મેમ્‍બરો અને સર્વે ફ્‌લૅટ ધારકોએ ેમાહીતી  આપી હતી.

રૈયા ગામથી ટાઉનશીપ સુધીના રસ્‍તો લાઇટ વિહોણો

રાજકોટઃ રૈયા ગામથી આશરે બે કીલોમીટર સુધી કોઈ સ્‍ટ્રીટ લાઈટની વ્‍યવસ્‍થાન પણ છેલ્લા બે વર્ષાથી  કરવામાં આવેલ નથી. ટાઉનશીપની બહેન દીકરીઓને રાત્રીનાં સમયે આવતા પણ ડર લાગે છે, અમારી ઉગ્ર માંગ છે વહેલા માં વહેલા આ રૈયા ગામથી અટલ સ્‍માર્ટ સીટી નો પ્રારંભ થાય છે ત્‍યાં સુધી સ્‍ટ્રીટ લાઈટની સગવડ વહેલાસર કરી આપવા માંગી કરી છે.

ફલેટ ધારકોને પંખા-લાઇટની સુવિધાની માત્ર લોલીપોપ!

રાજકોટઃ અરજી પત્રકમાં એલ. ઇ.ડી.  લેમ્‍પ, પંખાની સુવિધાઓ પણ  આપવામાં આવશે તો તે પણ આપવામાં આવેલ નથી તે બાબતે હજુ સુધી કોઇ સંતોષકારક જવાબ કોર્પોરેશન દ્વારા મળેલ નથી. તેમ ટાઉનશીપના વિસ્‍તારવાસીઓએ જણાવ્‍યું હતું. તેમજ છેલ્લા ઘણા સમયની લીફટ ખોટકાવાના કારણે ફલેટ ધારકો હેરાન પરેશાન થઇ ગયા છે કેમકે બાળકોથી માંડી વૃધ્‍ધો આઠ માળની પગથીયા ચડવા ઉતરવાની ફરજ પડે છે. 

પી.એમ. ઓ. સુધી ફરીયાદ પહોંચાડવા ફલેટ ધારકો મક્કમ

રાજકોટ : આવડી  મોટી ટાઉનશીપ કે જે નરેન્‍દ્રભાઈ મોદીનાં ડ્રીમ  પ્રોજેકટની હોય અને આવા ભ્રષ્ટાચારનાં ભોરીંગ પડયા હોય તો કોન્‍ટ્રાકટર સામે પગલા લેવા અમો કટીબઘ્‍ધ છીએ... જરૂર પડશે તો અમો ભારત દેશનાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી પાસે સર્વે ફલેટ ધારકો જઈ રૂબરૂ મળીને આ  પ્રોજેકટમાં બિલ્‍ડરો દ્વારા રાખી દેવામા આવેલખામીઓથી વાકેફ કરીશું. તેમ જણાવ્‍યું હતું.

 

 

 

 

 

નવે નવો લાઇટ હાઉસ પ્રોજેકટ નબળા બાંધકામની ચાડી ખાઇ છે

રાજકોટ : રાજકોટઃ ભારત દેશમાં  માત્ર ૬ જગ્‍યાએ બનાવવામાં આવેલ જેમાં ગુજરાતમાં રાજકોટ, ઉત્તર પ્રદેશમાં લખનઉ, તામીલનાડુંના ચેન્‍નાઇ, મધ્‍યપ્રદેશમાં ઇન્‍દોર, ઝારખંડમાં રાંચી, ત્રિુપરામાં અગરતલા ખાતે નિર્માણ થયેલ છે. ભુકંપ પ્રતિરોધક, આધુનિક બાંધકામ, હવા ઉજાસ વાળા, કોમ્‍યુનિટી હોલ, શોપીંગ સેન્‍ટર, આંગણવાડી, દવાખાના તેમજ વોટર હાર્વેસ્‍ટીંગ જેવી સુવિધાઓથી આ તમામ પ્રોજેકટ સજજ કરવામાં આવ્‍યા છે. ત્‍યારે  શહેરના સ્‍માર્ટસીટી વિસ્‍તારમાં નિર્માણ બની રહેલ છે.   જીજાબાઇ ટાઉનશીપ ફલેટોમાં પાણી પડી રહ્યા છે, ફલેટ પર તીરાડ, પોપડા તથા નબળી કામગીરીને કારણે ડ્રેનેજમાં પાણી ભરાતા ગંદા પાણીની રેલમછેલ સહિતના મુદ્‌્‌ે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા ેછે. ઉપરોકત તસ્‍વીરમાં તે નજરે પડે છે.

 (તસ્‍વીર : અશોક બગથરીયા) (પ-૧૭)

કોમ્‍યુનીટી હોલ કે કચરા પેટી ? લોકો સુવિધાથી હજુ વંચિત

આ ટાઉનશીપમાં બે માળનો કોમ્‍યુનિટી હોલ પણ બનાવવામાં આવ્‍યો છે.  બે વર્ષ જેવો લાંબો સમય વીતી જવા છતાં  લોકો આ સુવિધાઓથી વંચીત છે. આ બાબતે ઘણી વખત રાજકોટ મ્‍યુનિસિપલ કોપોરેશનનાં પદાધીકારીઓ પાસે રજુઆત કરવા તેમ છતા હજી સુધી સોંપેલ નથી. અને આ કોમ્‍યુનિટી હોલમાં ગંદકીના ગજ જોવા મળેલ છે. આ હોલના ભાડા સ્‍ટેન્‍ડીંગ કમિટીમાં નકકી થવા હોવા છતાં હોલની સુવિધાથી લોકો હજુ વંચિત છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:28 PM IST)