<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

પારડીમાં બિહારી આધેડને કુતરાઓએ બટકા ભરતાં સારવાર દરમિયાન મોત

રાજકોટ તા. ૩૦:  શાપરના પારડી ગામે કિશાન ગેટની અંદર મુળ બિહારના આધેડ પર કૂતરાઓએ હુમલો કરી બટકા ભરી લોહીલુહાણ કરી નાખતા સારવાર માટે રાજકોટ ખસેડાયેલ. તેનું મોત નિપજતાં મજૂર પરિવારમાં શોક વ્‍યાપી ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ કિશાન ગઇટ અંદર અજાણ્‍યા આધેડ લોહીલુહાણ બેભાન મળતાં સાવરા માટે રાજકોટ ખસેડાયેલ પરંતુ સારવાર દરમિયાન મૃત્‍યુ થયું હતું. શાપર પોલીસ મથકના પીઆઈ આર.બી.રાણા સહિતનાએ મળતકની ઓળખ મેળવવા સીસીટીવી આધારે તપાસ હાથ ધરતા મળતક બિજયદાસ સહદેવદાસ ઉ.૪૫ નામના મુળ બિહારી આધેડ હોવાનું અને શાપરમાં પુત્ર સાથે રહી કારખાનામાં મજૂરી કરતાં હોવાનું ખુલતાં તેના પરિવારજનોને બોલાવ્‍યા હતાં.

મૃતક પુજા ઈન્‍સ્‍ટ્રીઝમાં મજુરી કામ કરતા હતાં  જો કે ગત તા.૨૪થી કામે પણ જતાં નહોતાં. એ દરમિયાન તે કદાચ નશાની હાલતમાં બેભાન પડયા હોઇ એ દરમિયાન કૂતરાઓએ બટકા ભરી લીધાની શક્‍યતા હોઇ વિશેષ તપાસ થઇ રહી છે.

(3:33 PM IST)