<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

પોલીસે મયંક ભંડેરી ચોરાઉ ફોન સાથે પકડતાં તેણે પડોશીના ઘરની ૪ાા લાખની ચોરી પણ કબુલી!

આઇનગરનો બનાવઃ જયેન્‍દ્રસિંહ ગોહિલના ઘરમાં લાખોની ચોરી થઇ હતી પરંતુ ફરિયાદ કરી નહોતીઃ યુનિવર્સિટી પોલીસ મથકના મહિપાલસિંહ જાડેજા અને વનરાજભાઇ લાવડીયાએ મયંકને દબોચ્‍યા બાદ તેણે ચોરી કબુલતાં ગુનો નોંધાયો

રાજકોટ, તા. ૩૦ : યુનિવર્સિટી રોડ પર આવેલા આઇનગરમાં રહેતા યુવાનના મકાનમાં રૂા. ૪.પ૦ લાખના દાગીના અને મોબાઇલ ફોનની ચોરી કરનાર પાડોશીને યુનિવર્સિર્ટી પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પર ચોક શખ્‍સ ચોરાઉ મોબાઇલ ફોન સાથે ઉભો હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્‍સ. મહિપાલસિંહ જાડેજા અને વનરાજભાઇ લાવડીયાને બાતમી મળતા યુનિવર્સિટી રોડ પરથી મયંક શ્‍યામભાઇ ભંડેરી (ઉ.વ.૩ર) (રહે. આઇનગર  શેરી નં. ર બ્‍લોક નં. ૪) ને પકડી લઇ ચોરાઉ મોબાઇ ફોન કબ્‍જે કરી પોલીસે તેની પુછપરછ કરતા મયંકે આઇનગર શેરી નં. ર બ્‍લોક નં. એ -૪માં રહેતા જયેન્‍દ્રસિંહ રણજીતસિંહ ગોહિલના મકાનમાંથી ગત તા. ર૯/૩ ના રોજ મોબાઇલ ફોન ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસે તેની આકરી પુછપરછ કરતા મયંકે ગત તા. ૮/૯ ના રોજ જયેન્‍દ્રસિંહના ઘરમાંથી રૂા. ૪.પ૦ લાખના સોનાના દાગીનાની ચોરી કર્યાની કબુલાત આપી હતી બાદ પોલીસે આ બનાવ અંગે મકાન માલીક જયેન્‍દ્રસિંહ ગોહિલને જાણ કરતા પોલીસ મથક પહોંચી ફરીયાદ નોંધાવી હતી. જયેન્‍દ્રસિંહ ગોહિલ મહિન્‍દ્રા એન્‍ડ મહિન્‍દ્રા ફાયનાન્‍સીયલ સર્વિસીસ લીમીટેડ કંપનીમાં નોકરી કરે છે. પોતે ગત તા. ૩૦/૩ ના રોજ પોતે ઘરના સભ્‍યો સાથે ૧પ૦ ફૂટ રીંગ રોડ પર નવા બનતા મકાને જવા માટે નિકળ્‍યા ત્‍યારે ઘરના મેઇન દરવાજાને તાળુમારીને ગયા હતા. પરત આવ્‍યા ત્‍યારે ઉપરના માળે રૂમમાં રાખેલો મોબાઇલ જોવા ન મળતા મોબાઇલ કયાંક પડી ગયો હશે અથવા કયાંક મુકાઇ ગયો હશે તેમ સમજી પોલીસમાં ફરીયાદ કરી ન હતી. દરમ્‍યાન ગઇકાલે પોતે ઘરે હતા ત્‍યારે યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનમાંથી કોલ આવતા પોતે પોલીસ સ્‍ટેશને જતા ત્‍યાં પોલીસે પોતાને કહેલ કે તમારા ઘરમાં અગાઉ કયારેય ચોરી થઇ હતી તેમ પુછતા પોતે કહેલ કે ઘરે પત્‍નીને પૂછીને જણાવું તેમ કહી પોતે ઘરે આવી પત્‍નીને પુછતા તા. ૮/૯ ના રોજ આપણે બંને આપણા નવા બનતા મકાને ગયા હતા. તે વખતે આ મકાનનો દરવાજો વરસાદના કારણે દરવાજો બંધ થતો ન હોઇ અને મુખ્‍ય દરવાજાને તાળુ મારીને ગયા હતા. બાદ પરત આવતા ઉપરના રૂમમાં કબાટ ખુલ્લો જોતા પોતે તપાસ કરતા તેમાં રૂા. ૪.પ૦ લાખના સોનાના દાગીના જોવા ન મળતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી. પોતે ડરી જતા વાત કહી ન હતી તેમ જણાવતા પોતે યુનિવર્સિટી પોલીસ મથકે પહોંચી દાગીનાની ચોરી થઇ હોવાની જાણ કરતા પોલીસે ફરીયાદ દાખલ કરી હતી. પોલીસની પુછપરછમાં પાડોશી મયંક પાડોશી જયેન્‍દ્રસિંહના મકાનના ઉપરના રૂમમની ગેલેરીમાંથી પ્રવેશ કરી મોબાઇલ ફોન તથા દાગીનાની ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ બનાવ અંગે પીએસ.આઇ. વી.જી. ડોડીયા એ તપાસ હાથ ધરી છે

(4:46 PM IST)