<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

જૂના સીટી સ્‍ટેશન પાસે નશો કરી લકઝરી બસ લઇને નીકળેલો ચાલક કુસાલસિંહ પકડાયો

બી-ડીવીઝન પોલીસે રાજસ્‍થાનના શખ્‍સને પકડી મોબાઇલ અને લકઝરી બસ કબ્‍જે કરી

રાજકોટ તા, ૩૦: મોરબી રોડ પર જૂના સીટી સ્‍ટેશન પાસે નશો કરી લકઝરી બસ લઇને નિકળેલા બસના ચાલકને બી ડીવીઝન પોલીસે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ મોરબી રોડ પર જૂના સીટી સ્‍ટેશન પાસે એક શખ્‍સ સર્યાકાર રીતે લકઝરી બસ લઇને નિકળ્‍યો હોવાનું જણાતા બી-ડીવીઝન પોલીસ મથકની પીસીઆર વાનમાં પેટ્રોલીંગમાં નીકળેલા હોમગાર્ડ રવીભાઇ પાનસુરીયાએ જૂના સીટી સ્‍ટેશન પાસે બસને રોકી ચાલક કુસાલસિંહ રાજપુત (ઉ.વ. ૩૩) (રહે. ભીમરાજસ્‍થાન)  ને બસમાંથી બહાર બોલાવી તેની પુછપરછ કરતા તે નશો કરેલી હાલતમાં જણાતા પોલીસે ᅠતેને પકડી લઇ એઅર.૧-ટી-૨૮૪૨ નંબરની લકઝરી બસ તથા મોબાઇલ ફોન કબ્‍જે કરી હેડ કોન્‍સ હિતેષભાઇ જોગડાએ તપાસ હાથધરી છે.

(3:37 PM IST)