<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

રાજકોટ-અમદાવાદ હાઇવે, સાત હનુમાન મંદિરે ૩૧ ડિસેમ્‍બરથી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ

તા. ૮ ને બુધવારે સવારે સુંદરકાંડ યજ્ઞ શનિવારે રામદેવદજી મહારાજ પાટદર્શનઃ સંતવાણીઃ રવિવારે રાંદલ માતાજીના ૧૦૮ લોટા, રાંદલ મહાપૂજા

રાજકોટઃ રવિવા અમદાવાદ હાઇવે પર નવાગામ(આણંદપર) નજીક સાત હનુમાનજી મંદિરના ઉપક્રમે રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ, સુંદરકાંડ મહાયજ્ઞ, રાંદલ માતાજીના ૧૦૮ લોટા તથા રામદેવજી મહારાજની જયોત સહિતનાં ધાર્મિક કાર્યોનું તા. ૩૧ ડિસેમ્‍બરથી તા. ૮ જાન્‍યુઆરી સુધી આયોજન થયું છે.

રામચરિત માનસ જ્ઞાનયજ્ઞની પોથીયાત્રા, કથા પ્રારંભ તા. ૩૧ ડિસેમ્‍બરે મંગળવારે બપોરે ર વાગ્‍યે થશે. જ્ઞાનયજ્ઞ દરમિયાન તા. ૧ લી જાન્‍યુઆરીએ શિવ વિવાહ ઉત્‍સવ, તા. ર ને ગુરૂવારે બપોરે ૧ર કલાકે રામજન્‍મોત્‍સવ, તા.૩જી શુક્રવારે શ્રી સીતા રામજી વિવાહ, તા. ૪ ના રોજ કથામાં કેવટ પ્રસંગ, રામદેવજી મહારાજની ૩૩ જયોત, ર૪ કલાક પાટદર્શન અને રાત્રે સંતવાણી યોજાશે. તા. પ ને રવિવારે કથા પ્રસંગમાં ભરત મિલાપ જયારે ૭.૩૦ કલાકે રાંદલ માતાજીના ૧૦૮ લોટા શણગાર  તથા રાંદલ દેવી મહાપૂજા, બપોરે ૧૧.૩૦ કલાકે ગોરાણી પ્રસાદ, તા.૬ ને સોમવારે કથામાં નવધા ભકિતનું વર્ણન તા. ૭ ને મંગળવારે રામેશ્વર મહાદેવ મહાપૂજા, તા. ૮ ને બુધવારે સવારે ૭.૩૦ થી ૧ર.૩૦ સુધી શ્રી સુંદરકાંડ મહાયજ્ઞઅને રામચરિત માનસ કથામાં શ્રી રામ રાજયભિષેક પ્રસંગ પ્રસ્‍તુત થશે અને બપોરે કથા વિરામ (પૂર્ણાહુતિ) થશે. અહી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞમાં વકતા તરીકે ટંકારા તાલુકાના જબલપુર ગામ નિવાસી મુકુંદદાસજી મહારાજ વ્‍યાસાસને બિરાજી માનસ ગાથા રસપાન કરાવશે. જ્ઞાનયજ્ઞ તથા તમામ ધાર્મિક પ્રસંગોમાં ધર્મ લાભ લેવા સાત હનુમાનદાદા મંદિરના મંહત ત્રિભોવનદાસ મુળદાસ કુબાવટ તથા જગદીશદાસ કુબાવત સૌને આમંત્રિત કર્યા છે.

(4:44 PM IST)