<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

નિધિ સ્‍કૂલના સ્‍થાપક સિંધુભા ચૂડાસમાની ૧૦મી પુણ્‍યતિથિ નિમિતે બુધવારે વાર્ષિક ખેલ મહોત્‍સવ ૨૦૨૫

શાળાના ૬૦૦ વિદ્યાર્થીઓને વિવિધ રમતો રમાડાશેઃવાલીઓ-શિક્ષકો માટે સરપ્રાઇઝ ગેમ

રાજકોટઃ શહેરના વોર્ડ નંબર-૧ના ગાંધીગ્રામ વિસ્‍તારમાં આવેલ નિધિ સ્‍કુલ દ્વારા નિધિ સ્‍કૂલના સંસ્‍થાપક શ્રી સિંધુભા મુળુભા ચુડાસમાની ૧૦મી પુણ્‍યતિથિ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ કે.જી. થી ધોરણ-૮ સુધીના વિદ્યાર્થીઓ ભાઇ-બહેનો માટે વાર્ષિક એલ મહોતસવનું આયોજન તા.૦૧/૦૧/૨૫ (બુધવાર)ના સવારે ૦૮ થી ૦૧ દરમિયાન અક્ષર પાર્ટી પ્‍લોટ, અયોધ્‍યા ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે કરવામાં આવેલ છે.

રમતોત્‍સવનું ઉદ્ધાટન નિધિ સ્‍કૂલના ચેરમેન શ્રીમતી સજજનબા સિંધુભા ચુડાસમા દીપ પ્રાગટય દ્વારા કરશે, આ રમતોત્‍સવમાં કે.જી થી ધોરણ-૮ના વિદ્યાથી ર્ભાઇ-બહેનો માટે ૨૫ થી પણ વધુ રમતોમાં ધો.૧ થી ૮ માટે બોલ બેલેનસ, ત્રીપગી દોડ, બકેટબોલ, રન વિથ રીંગ બેક રેસ, રન વિથ રિંગ, લંગડી દોડ, બેલેન્‍સ રેસ,ફૂગ્‍ગા ફોડ, કોમ્‍પલીકેટ રેસ વિથ ચેર,લીંબુ ચમચી, રન સ્‍વથ ગ્‍લાસ,પઝલ ગેમ તેમજ કે.જી વિભાગના વિદ્યાર્થી ભાઇ-બહેનો માટે પમ પમ ડાન્‍સ,૫૦ મીટર દોડ,જમ્‍પ ધ રિંગ, બોલ બેલેન્‍સ વિથ ચેર, બોલ બેલેન્‍સ વિથ ગ્‍લાસ જેવી રમતો રમાડવામાં આવશે, તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ તદુપરાંત સ્‍કૂલના શિક્ષક ગણ માટે સરપ્રાઇઝ ગેમ રોખેલ છે, વિજેતા તમામ વિદ્યાર્થી ભાઇ-બહેનો તેમજ તેમના વાલીઓ અને શિક્ષક ગણને ઇનામ, મેડલ તેમજ શિલ્‍ડ દ્વારા સન્‍માનિત કરવામાં આવશે, દરેક વિદ્યાર્થી ભાઇ બહેનો માટે સ્‍કૂલ તરફથી જ નાસ્‍તાની તેમજ પાણીની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે, દરેક વિદ્યાર્થી ભાઇ-બહેનો ભાગ લેશે.

સમગ્ર રમતોત્‍સવનું સંચાલન અંકીતા પીઠડીયા તેમજ રિધ્‍ધિ ડીંડોળ કરશે.સ્‍પર્ધાના નિર્ણાયક તરીકે હેમાંગદાન સુરૂ, હાર્દિક પઢીયાર રહેશે. આયોજનને સફળ બનાવવા માટે નિધિ સ્‍કૂલના મેનેજીંગ ટ્રસ્‍ટી યશપાલસિંહ ચુડાસમા, ટ્રસ્‍ટી હર્ષદબા ચુડાસમા, પ્રિન્‍સીપાલ બીના ગોહેલ, નકુમ  જાનકી, હર્ષદ રાઠોડ તેમજ શિક્ષકો જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:43 PM IST)