<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

નવા ૧૫૦ રીંગ રોડ પર બિલ્‍ડીંગના ૯મા માળેથી પટકાતાં રાજૂનું મોત

મુળ એમપીનો યુવાન સાઇટ પર રહી કડીયા કામ કરતો હતો

રાજકોટ તા. ૩૦: નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર વિક્‍ટોરીયા ગાર્ડન નજીક ડાયમંડ હાઇટ્‍સ બિલ્‍ડીંગની સાઇટ પર રહી કડીયા કામ કરતો મુળ મધ્‍યપ્રદેશનો યુવાન રાજુ નાનસીંગભાઇ વસુનીયા (ઉ.વ.૨૯) રાતે ત્રણેક વાગ્‍યે બિલ્‍ડીંગના નવમા માળેથી પટકાતાં ગંભીર ઇજા થતાં મોત થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ રાજુ રાતે ત્રણેક વાગ્‍યે બિલ્‍ડીંગના નવમા માળે ગયો હતો. ત્‍યાંથી અકસ્‍માતે નીચે પટકાતાં અન્‍ય મજુરોએ તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ સવારે દમ તોડી દીધો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. મૃતક ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં મોટો હતો. તેને સંતાનમાં એક પુત્રી છે. પત્‍નિ અગાઉ તેને છોડીને બીજા કોઇ સાથે જતી રહી હતી. ચોૈદ માળની બિલ્‍ડીંગનું કામ ચાલુ હોઇ રાજુ અહિ ઘણા વર્ષથી રહીને મજૂરી કરતો હતો. રાતે તે નવમા માળે સુવા ગયા બાદ પડી ગયાનું સાથેના મજુરે કહ્યું હતું.

(4:46 PM IST)