<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

ચુનારાવાડમાં જુના ડખ્‍ખાના સમાધાન માટે બોલાવી ધારીયા-ધોકાથી હુમલોઃ પિતા-પુત્ર ઘાયલ થયા

ઇમિટેશનના ધંધાર્થી બિપીન સરીયાને અગાઉ નીખીલ સાથે વાહન સામે આવી જવા મામલે ચડભડ થઇ હતીઃ રાતે વાત કરવા બોલાવ્‍યા બાદ ટોળુ તૂટી પડયું

રાજકોટ તા. ૩૦: ભાવનગર રોડ પર ચુનારાવાડ રાજમોતી મીલ પાસે રહેતાં ઇમિટેશનના ધંધાર્થી બિપીન ધીરૂભાઇ સરીયા (ઉ.વ.૨૪) અને તેના પિતા ધીરૂભાઇ કરસનભાઇ સરીયા (ઉ.વ.૫૨) પર રાતે સાડા દસેક વાગ્‍યે ઘર નજીક ચુનારાવાડ ચોક પેટ્રોલ પંપ પાસે નિખીલ ગુજરીયા, કાનો ગુજરીયા, ભાવેશ ગુજરીયા અને અજાણ્‍યાએ ધોકા-ધારીયાથી હુમલો કરતાં બંનેને ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

બિપીન સરીયાએ જણાવ્‍યું હતું કે અગાઉ નિખીલ રસ્‍તા પર મારી સામે ટુવ્‍હીલર લઇને આવી ગયો હોઇ તેને ધ્‍યાન રાખવાનું કહેતાં બોલાચાલી ઝઘડો થયો હતો. આ બાબતે રવિવારે ફરીથી નિખીલે બોલાચાલી કરી હોઇ તેને મેં શું વાંધો છે? તેમા કહેતાં ઝઘડો થયો હતો.

બાદમાં સમાધાનની વાતચીત કરવાના બહાને મને ચોકમાં બોલાવી ફરી ડખ્‍ખો કરવામાં આવતાં  મેં મારા પિતાને બોલાવી લીધા હતાં. એ પછી નિખીલ સહિતનાએ ટોળકી રચી હુમલો કર્યો હતો. બિપીને કહ્યું હતું કે તેના પિતા ધીરૂભાઇ પણ ઇમિટેશનનું કામ કરે છે. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચ, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણાએ થોરાળા પોલીસને જાણ કરી હતી.

(4:44 PM IST)