તા. ૧૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૩ મંગળવાર
News of Monday, 30th December 2024
વ્યાજ ચુકવ્યા છતાં વેપારી રાજેન્દ્રભાઇ પાસે રૂા. ર૮ લાખની પઠાણી ઉઘરાણી
કુવાડવા જીઆઇડીસીમાં કારખાનુ ધરાવતા પ્રૌઢની બોટાદમાં રહેતા નિલેશ શાહ અને તેની પત્ની વર્ષા સામે કુવાડવા પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા. ૩૦ : કુવાડવા જીઆઇડીસીમાં કારખાનુ ધરાવતા કારખાને દારે વ્યાજે લીધેલા પૈસાનું વ્યાજ ચુકવી બોટાદના વેપારી દંપતીએ રૂા. ર૮ લાખની પઠાણી ઉઘરાણી કરતા ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ પુજારા પ્લોટમાં પ્રેસીયસ -ઇ-૯માં ૩૦પ નંબરના ફલેટમાં રહેતા રાજેન્દ્રભાઇ ગોરધનભાઇ શીંગાળા (ઉ.વ.પ૬) એ કુવાડવા રોડ પોલીસ મથકમાં બોટાદમાં રહેતા નિલેશ હેમચંદભાઇ શાહ તેના પત્ની વર્ષા શાહ સામે ફરીયાદ નોંધાવી છે. જેમાં પોતે કુવાડવા જીઆઇડીસીમાં આતા ઇન્ટરનેશનલ નામની પેઢી ર૦૦૮ થી હતું. જે હાલ બંધ હોઇ ધાણાજીરૂ અને રાય-મેથી વગેરેની પ્રોસેસ કરી પેર્કિંગ કરી વેપાર કરતા હતા. હાલ છુટક વેપાર ધંધો કરે છે. ર૦૧૬ ની સાલમાં પોતે રાજકોટ કુવાડવા જીઆઇડીસી પ્લોટમાં આતા ઇન્ટરનેશન નામે કારખાનું ચલાવતા હતા. પોતે ર૦૧૮માં મહિન્દ્રા કોટક બેંકમાંથી લોન લઇ ધંધો કરતા હતા. દરમ્યાન પોતાને બોટાદ ખાતે રહેતા અને માર્કેટીંગ યાર્ડમાં કૃપા ટ્રેડીંગ નામે પેઢી ધરાવતા નીલેશ શાહ સાથે ઓળખાણ થઇ હતી. ત્યારે તેણે પોતાને કહેલ કે ‘આપણે શરાફી વ્યાજે રૂપિયા આપીએ છીએ' તેમ વાત કરી હતી. કોરોનાના લીધે પોતાને ધંધામાં મંદી આવતા પોતે બેંક લોનના હપ્તા ભરી શકતા ન હોઇ અને રૂા. રપ લાખની જરૂરત હોઇ તેથી પોતે નીલેશ પાસેથી ગત તા. ૩૦/પ ના રોજ રૂા. રપ લાખ દોઢ ટકા વ્યાજે લીધા હતા. બાદ તેણે પોતાની પાસે વ્યાજ માગતા પોતે કટકે કટકે તેને રૂા. ૩,૩૭,પ૦૦ વ્યાજના ચુકવી આપ્યા હતા. બાદ પોતે તેને વ્યાજના રૂીપયા ભરી શકે તેમ ન હોઇ જેથી ર૦ર૩ થી તેને વ્યાજ આપવાનું બંધ કરી દેતા તા. ૧-ર-ર૦ર૩ ના રોજ નિલેષ અને તેની પત્ની વર્ષા બંને પોતાની કુવાડવા ખાતે પેઢીએ આવીને વાતચીત થયેલ પોતે બેંકમાંથી લોન લીધેલ તેના હપ્તા નહીં ભરી શકતા બેંકે અમારી સામે કોર્ટમાં કેસ કરેલ અને કારખાને બેંકવાળા થોડા દિવસમાં શીલ મારવા આવવાના છે. તેમ વાત કરતા નીલેશ અને તેની પત્ની વર્ષાએ કહેલ કે ‘તમારી અગત્યની ઓરીજનલ દસ્તાવેજવાળી ફાઇલ હાથમાં આવતા આ વર્ષાએ કહેલ કે અમારે તમારા એપાર્ટમેન્ટમાં ફલેટ લેવો છે. કેટલું બાંધકામ છે. તે જોવા માટે દસ્તાવેજ આપો તેમ કહેતા પોતે પોતાના ફલેટનો દસ્તાવેજ આપ્યો હતો. બાદ દસ્તાવેજ લઇ ગયા બાદ આવવાનું કહેતા ગયા કે અમારા રૂપિયા આપી દેજો નહીંતર મારી પાસે ઘણા માથા ભારે શખ્સો છે. સોપારી આપીશ તેમ કહીને ધમકાવીને ફલેટની ફાઇલ લઇ જતા રહ્યા હતા.
આ બંનેએ પોતાના ફલેટની ફાઇલ ન આપી રૂા. ર૮ લાખ આપી દેવા મેસેજ કરી પઠાણી ઉઘરાણી કરી હતી. આ અંગે કુવાડવા પોલીસ મથકના પીએસઆઇ એમ.જે. વરૂએ તપાસ આદરી છે.
(4:46 PM IST)










