<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

વિદેશી વિદ્યાર્થીઓની ટીમ સૌરાષ્‍ટ્રના પ્રવાસે

પીસ ઓફ માઇન્‍ડના આસ્‍થા પ્રોજેકટ અંતર્ગત સિંગાપુર, લંડન, અમેરિકાના છાત્રો- છાત્રાઓ રાજકોટમાં : ટીમ ‘અકિલા'ની મુલાકાતે ‘અકિલા'ની મુલાકાતે આવેલા સ્‍વામી શ્રૃતપ્રજ્ઞજી તથા વિદેશી વિદ્યાર્થીઓ તસ્‍વીરમાં નજરે પડે છે

રાજકોટ, તા.૩૦: પીસ ઓફ માઇન્‍ડના પ્રોજેકટ આસ્‍થા અંતર્ગત વિદેશી છાત્રો સૌરાષ્‍ટ્રના પ્રવાસે આવ્‍યા છે.

પ્રોજેક્‍ટ આસ્‍થા, પીસ ઓફ માઇન્‍ડ ફાઉન્‍ડેશન રાજકોટના વિસ્‍તળત નેટવર્ક અને વિવિધ વ્‍યક્‍તિઓના અનુભવ પર આધારિત છે.  આ પ્રોજેક્‍ટનો હેતુ છે આર્થિક રીતે નબળા, પરંતુ ભણવામાં તેજસ્‍વી અને ઉચ્‍ચ કારકિર્દીનું લક્ષ્ય ધરાવતા વિદ્યાર્થીઓને પ્રેરણા આપવી, પ્રોત્‍સાહિત કરવું અને મદદ કરવી તે છે. આ પ્રોજેક્‍ટનો મુખ્‍ય હેતુ ધ્‍યાન શિક્ષણ, નેતળત્‍વ, સેવા અને પરોપકાર દ્વારા સમાજ અને લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનું છે.

સમણ શ્રુતપ્રજ્ઞજીના નેતળત્‍વ હેઠળ, ભાગલેનાર વ્‍યક્‍તિઓ વ્‍યક્‍તિગત અને આધ્‍યાત્‍મિક વિકાસ કરશે અને સાથે સાથે તેમના દ્વારા કરવામાં આવેલી સેવાઓ દ્વારા અન્‍ય લોકોના જીવનમાં પણ ફેરફાર લાવશે. આ આસ્‍થા પ્રોજેક્‍ટની કાર્ય પધ્‍ધતિ છે : પરોપકાર, સ્‍વસ્‍થ શિક્ષણ, જીવદયા, વ્‍યક્‍તિગત અને સામૂહિક સંવાદ, ધ્‍યાન યોગ દ્વારા વ્‍યક્‍તિગત વિકાસ અને તીર્થ યાત્રા દ્વારા આધ્‍યાત્‍મિક વિકાસ કરવો.

વિદેશી છાત્રોનો ટૂંકો પરિચય ન્‍યુજર્સીનો કેવિન ગાડા કહે છે, મારું નામ કેવિન ગાડા છે. હું  ન્‍યુ જર્સી (અમેરિકા) થી આવું છું. હું બેંકમાં સોફટવેર એન્‍જિનિયર અને ડિબેટ કોચ છું. હું સંગીત બનાવીને તેને રેકોર્ડ કરી અને રિલીઝ પણ કરું છું. મને અહીં મારા સમુદાયને મદદ કરવાનું ગમશે અને જરૂરિયાતમંદોની સેવા કરવાની તક મળશે એ માટે ઉત્‍સાહિત છું. ટેકસાસના શિયોના શાહ કહે છે,  હું ટેક્‍સાસ A&M યુનિવર્સિટી ખાતે બિઝનેસનો અભ્‍યાસ કરી રહી છું. મને મિત્રો સાથે વોલીબોલ રમવાનું અને સંગીત સાંભળવાનું ગમે છે. મને ખુશી છે કે હું જરૂરિયાતમંદ લોકોને મદદ કરી શકીશ. સાથોસાથ હું ભારતમાં મારા સમુદાયના લોકો સાથે જોડાવાની આશા રાખું છું. અન્‍ય બિલખિયા કહે છે કે,  હું ટેક્‍સાસ A&M  યુનિવર્સિટી ખાતે બાયોલોજીનો અભ્‍યાસ કરી રહી છું. મને આર્ટ બહુ જ ગમે છે અને મિત્રો સાથે સમય પસાર કરવો ગમે છે. હું મારા સમુદાયના નવા પાસાને અનુભવવા માટે ઉત્‍સુક છું અને નવા લોકો સાથે મળીને તેમને કંઈક પાછું આપી ઋણ ચુકવવા માટે ઉત્‍સાહિત છે!

અનિશા શેઠે જણાવ્‍યું હતું કે  હું યુનિવર્સિટી ઓફ સાઉધર્ન કેલિફોર્નિયા ખાતે બિઝનેસનો અભ્‍યાસ કરી રહી છું. હું પ્રોજેક્‍ટ આસ્‍થાના પ્રવાસ પર જવા માટે પ્રેરિત હતી. હું મારા અને આજુબાજુના વાતાવરણમાં ફેરફાર લાવવા અને નવા લોકો સાથે મળવા માટે ખૂબ ઉત્‍સાહિત છું!

ચેરીગાડા કહે છે, હું ફોર્ડહામ યુનિવર્સિટી ખાતે ફાઈનાન્‍સનો અભ્‍યાસ કરી રહી છું અને જુલાઈથી ઈન્‍વેસ્‍ટમેન્‍ટ બેંકિંગમાં કાર્ય શરૂ કરીશ. મને બોલીવૂડ ડાન્‍સ ગમે છે અને હું કોલેજની ડાન્‍સ ટીમનો ભાગ છું.  હું નવા સમુદાયોને સમજવા અને  અમારી પાસે ઉપલબ્‍ધ સાધનોથી જરૂરિયાતમંદ વ્‍યક્‍તિઓને મદદ કરવા માટે આતુર છું.

અનિકા શેઠ કહે છે, હું ૧૦ માં ધોરણમાં અભ્‍યાસ કરું છું. અ હું રોબોટિક્‍સ ટીમનો એક ભાગ છું, જ્‍યાં મારી ભૂમિકા રોબોટ ડિઝાઇન કરવાની છે. પ્રોજેક્‍ટ આસ્‍થામાં આવવા માટે અને નવા અનુભવ અને વિવિધ લોકો સાથે મળવા માટે ખૂબ ઉત્‍સાહિત છું. સાથે જ, હું મારા સામૂહિક જીવનની વ્‍યાપક સમજ મેળવવાની આશા રાખું છું.

ગ્રેહામે જણાવ્‍યું હતું કે, હું ઓકસફોર્ડ યુનિવર્સિટીનો ભૂતપૂર્વ પ્રોફેસર છું. મેં મારી ઓકસફોર્ડ યુનિવર્સિટી દ્વારા, ભારતમાં બે વર્ષ રહી ને માનસિક રોગીઓ અને જાદુ ટોના જેવા બ્‍લેક મેજિકથી પ્રભાવિત લોકો પર PhD કરેલ છે.. મેં ગુરુ શિષ્‍ય સંબંધ પર એક ડોકયુમેન્‍ટ્રી ફિલ્‍મ પણ બનાવેલ છે. ભારત મને સૌથી વધુ ગમતો દેશ છે. સમણજીની સાથે મળીને અમોએ ત્રણ પુસ્‍તકો લખેલા છે.

ત્‍યારબાદ ખામટા, ધ્રોલની સંસ્‍થાઓની મુલાકાત લઈ તેઓ તપોવન સ્‍કૂલ, ઘુમલી અને પુરુષાર્થ સ્‍કૂલ, ભાણવડની મુલાકાત લેશે. અનેક કાર્યકરોને મળશે, ગૌશાળામાં ગાયોની સેવા કરશે, જરૂરતમંદ લોકોને સહાય કરશે. છેલ્લે તેઓ પાલિતાણાની ધર્મ યાત્રા કરી, તા. ૪ જાન્‍યુઆરીના વિદેશ પોતાના દેશ રવાના થશે

(4:48 PM IST)