<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

શાપર આરોગ્‍ય કેન્‍દ્રના તાપણા પ્રકરણની તપાસ

જિલ્લા પંચાયત આરોગ્‍ય શાખા દ્વારા સત્‍ય બહાર લાવવા પ્રયાસ તપાસમાં દોષિત માલુમ પડનાર કર્મચારીઓ સામે પગલા

રાજકોટ તા. ૩૦: જિલ્લાના શાપર ખાતે સરકારી આરોગ્‍ય કેન્‍દ્રમાં આગથી તાપણું કરવાના વાઇરલ વિડીયો અંગે જિલ્લા પંચાયતના આરોગ્‍ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસના અંતે કેન્‍દ્રના કોઇ કર્મચારી દોષિત માલુક પડે તો નીતિ નિયમ મુજબ પગલા ભરવામાં આવશ.ે બે-ત્રણ કર્મચારીઓ સામે પગલા તોળાઇ રહ્યા છે. 

વિડિયોમાં જે તાપણુ દેખાઇ રહ્યું છે તે ખરેખર શું છે? જો તાપણુ કર્યુ હોય તો કોણે અને શા માટે કર્યુ? આગની સંભવિત ઘટનાની ગંભીરતા શા માટે ન ગણવામાં આવી? વગેરે બાબત તપાસમાં આવરી લેવામાં આવશે.

દરમિયાન ડી.ડી.ઓ. ડો. નવનાથ ગવ્‍હાણેએ  જણાવેલ કે આરોગ્‍ય કેન્‍દ્રમાં તાપણું કરવા અંગે હકિકત શું છે? તે જાણવા આરોગ્‍ય શાખાને તપાસ સોપાયેલ છે. તપાસના અંતે જરૂરિયાત મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

(4:52 PM IST)