તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Tuesday, 31st December 2024
રાજકોટ શહેરના બી. જે. જાડેજા સહિત ૧૬ને પીએસઆઇ તરીકે પોસ્ટીંગ અપાયા
મોડ-૩ પરિક્ષા ઉતિર્ણ થયા બાદ ૨૪૦ને પીએસઆઇની બઢતી સાથે નિમણુંક રાજકોટ ગ્રામ્યના ચારનો સમાવેશઃ શહેર-ગ્રામ્યમાં ૧૪ નવા પીએસઆઇની નિમણુંક થઇઃ હજુ નવા લીથા બહાર પડશે તેમાં બાકી રહેલા એએસઆઇને મળશે પીએસઆઇનું પોસ્ટીંગ

રાજકોટ તા. ૩૧: રાજ્યના પોલીસ દળમાં ફરજ બજાવતાં ત્રણસોથી વધુ એએસઆઇ કે જેમણે મોડ-૩ની પરિક્ષા પાસ કરી હતી તેમને પીએસઆઇ તરીકે પ્રમોશન અપાયા બાદ હવે પોસ્ટીંગ આપવામાં આવ્યા છે. હાલ ૨૪૦ એએસઆઇનું લિસ્ટ બહાર પડયું છે. આ તમામે પરિક્ષા પાસ કરી હોઇ પીએસઆઇ તરીકે તેમને હાલ જ્યાં ફરજ બજાવતાં હતાં ત્યાથી બઢતી સાથે બદલીના સ્થળે હાજર થવા આદેશ થયો છે. જેમાં રાજકોટ શહેરના ક્રાઇમ બ્રાંચના એએસઆઇ બલભદ્રસિંહ જે. જાડેજા સહિત ૧૬નો સમાવેશ થાય છે. જ્યારે રાજકોટ ગ્રામ્યના ૪ને બઢતી સાથે નવી જગ્યાએ નિમણુંક અપાઇ છે. સામે રાજકોટ શહેર-ગ્રામ્યમાં નવા ૧૪ પીએસઆઇને નિમણુંક અપાઇ છે.
જેમની પીએસઆઇ તરીકે બઢતી અને બદલી થઇ છે તેમાં રાજકોટ શહેરના કેયાબેન રાજેશભાઇ ચોટલીયાને વલસાડ, દયાબેન ભવાનભાઇ કાકડીયાને સાબરકાંઠા, નીરવ રામજીભાઇ વાણીયાને પાટણ, અંજુ હરેશભાઇ હરસોડાને દેવભુમિ દ્વારકા, સ્મિતા રમેશચંદ્ર નિમ્બાર્કને સાબરકાંઠા, રાધીકા અશોકભાઇ મકવાણાને ગાંધીનગર, કુલદીપસિંહ લખધીરસિંહ જાડેજાને સાબરકાંઠા, બલભદ્રસિંહ જીતેન્દ્રસિંહ જાડેજાને પ.રે. વડોદરા, નસરીન જુનેદ બેલીમને બનાસકાંઠા, મિત્તલ રણવીરભાઇ ઝાલાને કચ્છ પヘમિ ભુજ, પૂજા મગનભાઇ મંડલીને વડોદરા ગ્રામ્ય, પિયુષ નવીનચંદ્ર ત્રિવેદીને અરવલ્લી, રવિરાજસિંહ જયવંતસિંહ જાડેજાને ગાંધીનગર, તૃષાબેન રામજીભાઇ બુહાને સાબરકાંઠા, અલ્પાબેન કુરજીભાઇ સાંગાણીને છોટાઉદેપુર અને કૃપાબેન દિનેશભાઇ ટીંબડીયાને ભરૂચ મુકાયા છે.જ્યારે રાજકોટ ગ્રામ્યના જયંતિ સોમાભાઇ ઝાપડીયાને સુરત શહેર, સિંધવ મોહિત રમેશભાઇને પ.રે. વડોદરા, જયદિપ ગીરીશભાઇ અનડકટને ડાંગ, મીનાબા નટુભા રાઠોડને સીઆઇડી ક્રાઇમ અને રેલ્વેઝ ગાંધીનગર ખાતે મુકાયા છે.
જ્યારે પંચમહાલના સેજલબેન રવિશંકર પંડયાને રાજકોટ ગ્રામ્ય, પંચમહાલના સંદિપ વિઠ્ઠલભાઇ ભાયાણીને રાજકોટ શહેર, દાહોદના કોમલ બળવંતભાઇ વરીયાને રાજકોટ શહેર, પヘમિ કચ્છ ભુજના ભાવેશ ધીરૂભાઇ ડાંગરને રાજકોટ શહેર, નવસારીના શ્રીકાંત પ્રતાપભાઇ ચોૈહાણને રાજકોટ શહેર, ભરૂચના ધર્મેશ યોગેશકુમાર મહંતને રાજકોટ શહેર, સુરતના રમેશ ભુપતભાઇ બલદાણીયાને રાજકોટ ગ્રામ્ય, અમદાવાદ ગ્રામ્યના રાજુ કનુભાઇ કો.પટેલને રાજકોટ શહેર, અમદાવાદ સીટીના રાહુલ દોલતસિંહ સોલંકીને રાજકોટ ગ્રામ્ય, અમદાવાદના પ્રિયંક ભાવેશનારાયણ મિશ્રાને રાજકોટ ગ્રામ્યમાં તેમજ સુરત ગ્રામ્યના ભમરસિંહ સારંગજી ચોૈહાણને રાજકોટ શહેર, સાબરકાંઠાના બીંદુ રમેશભાઇ પલ્લાચરીયાને રાજકોટ શહેર, અમદાવાદ ગ્રામ્યના મયુરી બાબુભાઇ રામાણીને રાજકોટ શહેર ખાતે અને મહિસાગરથી માવી માધવીબેન પુનમભાઇને રાજકોટ ગ્રામ્યમાં મુકાયા છે.
(2:39 PM IST)










