News of Tuesday, 31st December 2024
કુદરતના લયમાં લીન થવાનો અવસર એટલે ‘‘રૂટેડ રીધમ્સ'' માંધાતાસિંહ જાડેજા
રાજકુમાર કોલેજ- રાજકોટનો વાર્ષિક સમારોહ સંપન્ન

રાજકોટઃ રાજ પરિવાર દ્વારા સને.૧૮૭૦માં સ્થપાયેલી અને ભારતની અગ્રીમ હરોળની પબ્લીક સ્કૂુલ રાજકુમાર કોલેજ, રાજકોટ સંપન્ન થયેલા વાર્ર્ષિક સમારોહમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગુરુજનોને સંબોધતા રાજકોટના ઠાકોર સાહેબ અને રાજકુમાર કોલેજનાં ચેરમેન શ્રી માંધાતાસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કે, સત્ય-પ્રેમ-કરૂણાના મજબૂત પાયા ઉપર રચાયેલી વસુધૈવ કુટુમ્બકમ વિભાવનાની ઝલક મેળવીને સમગ્ર વિશ્વના પ્રત્યેક જીવ પરત્વે સ્નેહ સભર વ્યવહાર કરવાની પ્રેરણા અહીંથી પ્રાપ્ત થાય છે.એટલું જ નહીં પરંતુ પ્રકૃતિના સતયો ઓ આપણાં શબ્દો સાથે કુદરતના લયમાં લીન બનીને ખુલ્લા હ્દય અને ખુલ્લા મનથી આજનાં અવસરનાં ઓવારણાં લઇએ ઠાકોર સાહેબે વધુમાં જણાવ્યું હતું કે, પોતાના સમુદ્ર સાંસ્કૃતિક વારસાના ખેંચાણ અને અંગ્રેજી ભાષાના પヘમિી આદર્શો દ્વારા પ્રતિબિંબિત આધુનિકતાના આકર્ષણ વચ્ચે મુંઝવણ અનુભવતી એક જુસ્સાદાર યુવાન ગુજરાતી દીકરી આરોહી પટેલની સફરને ઉજાગર કરતાં ‘‘રૂટેડ રિધમ્સઃ એક હાર્ટવોર્મિગ મ્યુઝિકલ એકસ્ટ્રાવેગેન્ઝા'' ના માધ્યમથી સંગીતમય કૃતિઓના સહારે ભાવનાત્મક ક્ષણો, પરંપરા અને સંબંધોની શોધ દ્વારા જીવંત બનવા માટેના અવસરના આપણે સહુ સાક્ષી બની રહ્યા છીએ તેનો રાજીપો વ્યકત કરૂં છું.
રાજકોટના રાજવી ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજા, ચુડાના રાજવી ઠાકોર સાહેબશ્રી કૃષ્ણકુમારસિંહજી, લાઠીના રાજવી ઠાકોર સાહેબશ્રી કીર્તિકુમારસિંહજીની સવિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયેલાં બે-દિવસીય સમારોહની સફળતા માટે કાર્યરત ‘‘રૂટેડ રિધમ્સ'' ના પ્રોડકશન ટીમના સદસ્યો સર્વશ્રી વિરેન લકુમ, શ્રી ઉર્વશી પાલી, શ્રી આકાંક્ષા,શ્રી જયોતિ નાયર અને સુમિત નાગદેવ નૃત્ય એકેડમીના સહ-સ્થાપક શ્રીમતી સાંસા નાગદેવ અને શ્રીમાન સુમિત નાગદેવને માંધાતાસિંહજી જાડેજાના હસ્તે સ્મૃતિચિホ અર્પણ કરવામાં આવ્યા હતાં.સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓ,શિક્ષકો અને સુમીત નાગદેવ નૃત્ય કલાના કલાકારો દ્વારા કરવામાં આવ્યું હોવાનું આર.કે.સી.ની યાદી જણાવે છે.
(2:56 PM IST)










