<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

ખેલ મહાકુંભમાં રાજકોટના ર લાખ ૮૩ હજાર ખેલાડીઓનું રજીસ્‍ટ્રેશન

ખેલાડીઓ-શાળાઓ-કોચને રોકડ પુરસ્‍કારની જાહેરાતઃ કાલથી કબડ્ડી-ખો-ખો-રસ્‍સા ખેંચ-વોલીબોલ-એથ્‍લેટીકસની સ્‍પર્ધાઓનો પ્રારંભ રાઇફલ સુટીંગ-જીમ્‍ના સ્‍ટીકસ-વુડબોલ-સાઇકલિંગ-વેઇટ લીફટીંગ-બોકસીંગ-ફેન્‍સિંગ મલખમ્‍બ-ઘોડેસ્‍વારી-રોલબોલ જેવી રમતોનું રાજય કક્ષાએ આયોજન

રાજકોટ, તા. ૩૧:  ગુજરાતના ખેલાડીઓ રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા છે, તેના મૂળમાં છે ખેલ મહાકુંભ. દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ યુવાનોમાં રમતગમત પ્રત્‍યે જાગળતિ આવે, શારીરિક સ્‍વાસ્‍થ્‍ય જળવાઈ રહે અને ગુજરાતમાં રમતગમતની સંસ્‍કળતિનો વિકાસ થાય, તેવા આશયથી વર્ષ ૨૦૧૦માં ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો હતો. જેના ભાગરૂપે સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલમહાકુંભ - ૩.૦ નું આયોજન હાથ ધરવામાં આવ્‍યું છે.

સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના ડાયરેકટર જનરલશ્રી આર. એસ. નીનામાના માર્ગદર્શન મુજબ શ્નરમશે ગુજરાત, જીતશે ગુજરાતઙ્ખ ના ધ્‍યેય સાથે આયોજિત ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત શાળા/ગ્રામ્‍ય, તાલુકા/ઝોન, જિલ્લા/મહાનગરપાલિકા,ઝોનકક્ષા (ટીમ રમત) અને છેલ્લે રાજ્‍યકક્ષાની સ્‍પર્ધાઓ યોજવામાં આવી છે. શાળાકક્ષાએ અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ના વયજુથમાં ખેલ મહાકુંભની એથ્‍લેટીકસની રમતમાં     તમામ    શાળાઓએ ભાગ લીધો છે.

ખેલ મહાકુંભ ૩.૦નું ઓનલાઈન રજિસ્‍ટ્રેશન તા. ૫ ડિસેમ્‍બર, ૨૦૨૪થી તા. ૨૫ ડિસેમ્‍બર, ૨૦૨૪ સુધી કરવામાં આવ્‍યું હતું. સમગ્ર રાજકોટ જિલ્લામાં કૂલ ૨,૮૩,૮૦૫ ખેલાડીઓએ દ્વારા રજીસ્‍ટ્રેશન કરવામાં આવ્‍યું છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકામાં કૂલ ૯૪,૫૩૩ ખેલાડીઓ તથા રાજકોટ ગ્રામ્‍યમાં કૂલ ૧,૮૯,૨૭૨ ખેલાડીઓએ રજીસ્‍ટ્રેશન કરવામાં આવ્‍યું છે.

શાળાકક્ષાથી શરૂ થતી સ્‍પર્ધાઓમાં તા. ૦૧ જાન્‍યુઆરી ૨૦૨૫ થી કબડ્ડી અને ખો-ખોની રમતો શરુ થશે. તા. ૦૨ જાન્‍યુઆરી ૨૦૨૫થી રસ્‍સાખેંચની રમત, તા. ૦૩ જાન્‍યુઆરી ૨૦૨૫ના રોજ વોલીબોલની સ્‍પર્ધા યોજાશે. તા. ૦૨ અને ૦૩ જાન્‍યુઆરી ૨૦૨૫ના રોજ એથ્‍લેટીક્‍સની સ્‍પર્ધા યોજાશે.

રાઈફલ શુટીંગ, જિમ્‍નાસ્‍ટીકસ, વુડબોલ, સાઈકલિંગ, વેઈટલીફ્‌ટીંગ, બોક્‍સિંગ, ફેન્‍સિંગ, સેપક ટકરાવ, મલખમ્‍બ, સોફ્‌ટ ટેનિસ, ઘોઢેસવારી, સ્‍પોર્ટ ક્‍લાઈમ્‍બમિંગ, રોલબોલ, બીચ વોલીબોલ, બીચ હેન્‍ડબોલ, જેવી રમતોનું આયોજન રાજ્‍ય કક્ષાએ કરવામાં આવનાર છે.

કોઈપણ ખેલાડી એક જ જીલ્લામાંથી કોઈપણ બે રમત ભાગ લઈ શકશે, ખેલ મહાકુંભ અંતર્ગત યોજાતી તમામ સ્‍પર્ધામાં માત્ર જન્‍મતારીખના આધારે કોઈપણ વ્‍યક્‍તિ ભાગ લઈ શકશે, ખેલ મહાકુંભ અંતર્ગત યોજાતી તમામ સ્‍પર્ધાઓ જે તે રમતના ભારતના માન્‍ય ફેડરેશન/એસોસીએશનના નીતિ નિયમો તેમજ ખેલ મહાકુંભના વખતો વખતના થયેલ સુધારા સાથેના સામાન્‍ય નિયમો મુજબ યોજવાની રહેશે.

જિલ્લા કક્ષાએથી રાજ્‍યકક્ષાની સ્‍પર્ધામાં તમામ વયજુથની ટીમ રમતમાં ફક્‍ત પસંદગી ટીમ (ઝોનકક્ષા)રાજ્‍યકક્ષાએ ભાગ લેવા જવાનું રહેશે, એક જ ટ્રસ્‍ટ સંસ્‍થામાં પ્રાથમિક, માધ્‍યમિક તેમજ ઇંગ્‍લિશ મીડિયમ ગુજરાતી મીડિયમની શાળાઓમાં રજીસ્‍ટ્રેશન પણ અલગથી કરવાનું રહેશે. જો એક જ સ્‍કુલમાંથી રજીસ્‍ટ્રેશન થયેલ માલૂમ પડશે તો તેવી શાળાઓને બેસ્‍ટ સ્‍કુલની ગણતરીમાંથી બાકાત કરવામાં આવશે, જિલ્લાકક્ષાએ પસંદગી થયેલ ટીમ/ખેલાડીને રાજ્‍યકક્ષાની સ્‍પર્ધામાં ભાગ લેવા જવાનું રહેશે અને તે તમામ ટીમમાં એક મેનેજર અને એક કોચની નિમણૂંક જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્‍દ્રની કચેરી દ્વારા કરવામાં આવશે અને તેઓએ ખેલ મહાકુંભમાં જવાબદારીપૂર્વક ફરજ બજાવવાની રહેશે, જે શાળા/સભ્‍યના વધુમાં વધુ બે ખેલાડીઓનું રાજયકક્ષાની સ્‍પર્ધા માટે સિલેકશન થયેલ હોય તે જ સંસ્‍થાના વ્‍યાયામ શિક્ષકને રાજ્‍યકક્ષા બે ટીમ લઈને ફરજીયાત જવાનું રહેશે. જો તે શાળાના શિક્ષક ટીમ લઈને નહી જાય તો તે શાળાના ખેલાડીઓને ભાગ લેવા માટે મોકલવામાં નહી આવે જેની સપૂર્ણ જવાબદારી શાળા/સંસ્‍થાની રહેશે. રાજયકક્ષાની સ્‍પર્ધામાં ફરજીયાત એક કોચ અને મેનેજરે ટીમ સાથે જવાનું રહેશે.

ખેલાડી ગુજરાત રાજ્‍યનો જન્‍મથી વતની હોવો જોઈએ અથવા ગુજરાત રાજ્‍યમાં છેલ્લા (બે) વર્ષથી અભ્‍યાસ/ નોકરી/ વ્‍યવસાય/ નિવાસ કરતા હોવા જોઈએ જેના આધાર પુરાવા રજૂ કરવાના રહેશે. કર્મચારીના કિસ્‍સામાં અન્‍ય રાજ્‍યમાથી બદલી / ડેપ્‍યુટેશનથી આવેલ કર્મચારીએ રજીસ્‍ટ્રેશનની તારીખે ઓછામાં ઓછા છ માસ પહેલા બદલી થઈને જિલ્લામાં આવેલ હોય તો તે જ ભાગ લઇ શકશે. સ્‍પર્ધા દરમ્‍યાન કોઈપણ પ્રકારનો વિવાદ કે વાધો હોય તો ખેલાડીએ રૂ.પ૦૦/- (અંકે રૂપિયા પાચસો)ની પ્રોટેસ્‍ટ ફી સાથે વધુમા વધુ ૩૦ (ત્રીસ) મીનીટમાં જીલ્લા આયોજન કમિટી સમક્ષ રજૂ કરવાનો રહેશે.

વજન ગ્રુપ વાળી રમતોમાં ફક્‍ત તેના વજન ગ્રુપમાં જ રમી શકશે બીજા ગ્રુપમાં રમી શકશે નહીં,  સ્‍પર્ધામાં ભાગ લેવા માટેની વયજુથ પ્રમાણેની રમતો. વજનગ્રુપ, તેમજ ઇવેન્‍ટની માહીતી ઓનલાઇન રજીસ્‍ટ્રેશન કોર્મમાં દર્શાવેલ હોય તે મુજબ ખેલાડીએ ભાગ લેવાનો રહેશે. શક્‍તિદૂત યોજના વર્ષ ૨૦૨૪-૨૫ના લાભાર્થી ખેલાડીઓએ પોતાની વ્‍યક્‍તિગત રમતમાં મેળવેલ સિદ્ધિ ધ્‍યાનમાં લઈ રજીસ્‍ટેશન કરાવેલ હોય અને તે જિલ્લાકક્ષાની સ્‍પર્ધામાં ભાગ ન લીધો હોય તો પણ સીધા રાજ્‍ય કક્ષાની સ્‍પર્ધામાં ભાગ લઈ શકશે. આ યોજના વર્ષ ૨૦૨૪-૨૫ના ખેલાડીઓને જ લાગુ પાડી શકશે.  એસ.એ જીની એકેડમીના તમામ ખેલાડીઓ ખેલમહાકુંભ અંતર્ગત યોજાતી સ્‍પર્ધાઓ પૈકી સીધે સીધી રાજયકક્ષાની સ્‍પર્ધામાં ભાગ લેવાનો રહેશે.

(4:53 PM IST)