<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

EPF/EPS પેન્‍શનરો માટેના નવા નિયમો અને તેના લાભોની કાલથી અમલવારી

EPS પેન્‍શનરો દેશની કોઈ પણ બેંક/શાખામાંથી પેન્‍શન મેળવી શકશેઃ પેન્‍શનરોના જીવનને વધુ સુરક્ષિત અને અનુકૂળ બનાવવાનો ધ્‍યેય સરકારી કર્મચારીઓ અને ખાનગી કંપનીઓના ૭૮ લાખ EPFO પેન્‍શનરો માટે લાભદાયક નિર્ણયઃ EPFO ગ્રાહકોની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી સંસ્‍થા

રાજકોટ, તા. ૩૧:  1લી જાન્‍યુઆરી 2025 થી કર્મચારી પેન્‍શન યોજનાના (EPS) પેન્‍શનરો ભારતમાં કોઈપણ બેંક, કોઈપણ શાખામાંથી પેન્‍શન મેળવી શકશે એવી જાહેરાત કેન્‍દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખ માંડવિયાએ કરી છે. આ સીસ્‍ટમના અમલીકરણથી કર્મચારી ભવિષ્‍ય નિધિ સંગઠન (EPFO) ના   પેન્‍શનરો અને ખાનગી ક્ષેત્ર (પ્રાઈવેટ સેક્‍ટર)ના નિવૃત કર્મચારીઓ તેમના વતન માં પરત ગયા હોય તેઓ માટે પેન્‍શન મેળવવામાં વધુ સરળતા રહેશે. 

   એમ્‍પ્‍લોયી પ્રોવિડન્‍ટ ફંડ EPF એ ભારતમાં કર્મચારીઓ માટે ફરજિયાત નિવૃત્તિ બચત યોજના છે. જયારે એમ્‍પ્‍લોયી પેન્‍શન સ્‍કીમ (EPS)માં માત્ર એમ્‍પ્‍લોયર(નિવૃતિ પછી) જ ફાળો આપે છે. 

EPS એ EPF યોજનાનો એક ભાગ છે અને કર્મચારીઓને પેન્‍શન લાભો પ્રદાન કરે છે.

EPF કર્મચારીઓને તેમના કામકાજના વર્ષો દરમિયાન એક સામટી રકમ ભેગી કરવામાં મદદ કરે છે જયારે EPS કર્મચારીઓને નિવૃત્તિ પછી નિયમિત પેન્‍શન રૂપે આવક પૂરી પાડે છે. 

EPF યોજના હેઠળ મોંદ્યવારી ભથ્‍થા સહિત મહિને પગારના 12% જમા કરવાના હોય છે. EPS યોજના હેઠળ એમ્‍પ્‍લોયરની જમા થતી રકમના 8.33% EPS ખાતામાં જાય છે અને 3.67% EPF યોજનામાં જાય છે. 

કર્મચારી પેન્‍શન યોજના (EPS) હેઠળ પેન્‍શન મેળવતા દેશભરના 78 લાખ પેન્‍શનરો હવે કોઈપણ બેંક/બ્રાન્‍ચમાંથી તેમનું પેન્‍શન ઉપાડી શકશે. આ ફેરફારોનો હેતુ પેન્‍શનરોના જીવનને વધુ સુરક્ષિત અને અનુકૂળ બનાવવાનો છે. 

EPFO બોર્ડ ભારતમાં સંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા કર્મચારીઓ માટે યોગદાન આપનાર ભવિષ્‍ય નિધિ, પેન્‍શન યોજના અને વીમા યોજનાનું સંચાલન કરે છે. ગ્રાહકોની દ્રષ્ટિએ તે વિશ્વની સૌથી મોટી સંસ્‍થાઓમાંની એક છે અને તેના દ્વારા સૌથી વધુ નાણાકીય વ્‍યવહારો થાય છે. 

શ્રમ મંત્રાલયના સચિવ સુમિતા ડાવરાએ જણાવ્‍યા મુજબ શ્રમ મંત્રાલય ભારતીય કામદારોને નવી સુધારેલી સેવાઓનો લાભ આપવા માટે IT સિસ્‍ટમમાં ધરખમ સુધારાઓ કર્યો છે.

   કર્મચારી પેન્‍શન યોજના (EPS) હેઠળ પેન્‍શન મેળવવા માટે EPFO ના સભ્‍ય હોવા જોઈએ, 10 વર્ષની સેવા પૂર્ણ કરેલ હોવી જોઈએ અને 58 વર્ષની ઉંમરે પહોંચી ગયા હોવા જોઈએ. 

    1 જાન્‍યુઆરી 2025¨À EPFO   સભ્‍યો માટે દ્યણી નવી સેવાઓ મળશે. આ સુધારા ઓનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય પીએફ ખાતાધારકો માટે સુવિધા વધારવાનો અને તેમની નિવૃત્તિ બચતની અસરકારક રીતે દેખરેખ રાખવામાં મદદ કરવાનો છે. આ ફેરફારોનો લાભ ખાનગી ક્ષેત્ર અને સરકારી કર્મચારીઓ બંનેને મળશે. 

એમ્‍પ્‍લોઈઝ પ્રોવિડન્‍ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ ઓક્‍ટોબર 2024 માટે પ્રોવિઝનલ પેરોલ ડેટા જાહેર કર્યો હતા તે મુજબ 13.41 લાખ નવા સભ્‍યોનો ઉમેરો થયો છે જે રોજગારીની વધતી તકો અને કર્મચારીઓના લાભો અંગે વધેલી જાગરૂકતા દર્શાવે છે. 

નવા નિયમોથી મળતા લાભો

 કર્મચારી ભવિષ્‍ય નિધિ (EPF) નવી ATM સેવા શરૂ કરશે. આ સેવા EPF ખાતાધારકોને એટીએમ દ્વારા તેમના જમા રૂપિયાને તેમની જરૂરિયાત મુજબ ઉપાડવાની મંજૂરી આપશે. 

 EPFO કર્મચારીઓ માટે EPF સ્‍કીમ હેઠળ પેન્‍શનની મર્યાદા 15000 થી વધારી 21000 કરવાનું વિચારાધીન છે.

 આવાસ, શિક્ષણ અને લગ્ન માટે 1 લાખ રૂપિયા સુધીનો ઉપાડ ઓટો-પ્રોસેસ થી થશે. 

 EPF ધારકો પોતા માટે, પત્‍ની, માતા - પિતા અને બાળકો માટે તબીબી સારવાર માટે ઉપાડી શકશે, આ રકમમાં વધારો કરવામાં આવ્‍યો છે. 

 કર્મચારીઓ માટે EPF સહયોગની મર્યાદા દૂર કરવામાં આવી છે. આનાથી રૂ. 15,000 થી વધુનો મૂળ પગાર ધરાવતા કર્મચારીઓને EPFમાં જોડવા મંજૂરી મળશે. 

 ઇક્‍વિટી ઇન્‍વેસ્‍ટમેન્‍ટ વિકલ્‍પની જાણકારી મેળવી રોકાણ કરી શકશે. 

 EPFO IT સિસ્‍ટમ અપગ્રેડ કરી

 ઓનલાઇન માહિતી અને ડેટા મેળવી શકાશે. આ સુવિધા EPFO¨માં  ચાલુ IT આધુનિકીકરણ પ્રોજેક્‍ટ સેન્‍ટ્રલાઈઝ્‍ડ IT સક્ષમ સિસ્‍ટમ (CITES 2.01)ના ભાગ રૂપે 1 લી જાન્‍યુઆરી 2025માં શરૂ કરવામાં આવશે.

 નવી નોકરીઓનું સર્જન થશે

કેન્‍દ્રિય પેન્‍શન ચુકવણી સિસ્‍ટમ(CPPS)  ભારતમાં કોઈપણ બેંક અથવા શાખા દ્વારા પેન્‍શન ચૂકવણીની મંજૂરી આપતી રાષ્ટ્રીય સ્‍તરની કેન્‍દ્રિય સિસ્‍ટમ પ્રદાન કરે છે જેના લાભો પેન્‍શનરોને મળશે. 

 પેન્‍શનર એક સ્‍થાનેથી બીજા સ્‍થાને જાય અથવા તેની બેંક અથવા શાખામાં ફેરફાર કરે ત્‍યારે પણ CPPS સમગ્ર ભારતમાં પેન્‍શન પેમેન્‍ટ ઓર્ડર્સ (PPO)ને એક ઓફિસથી બીજી ઓફિસમાં ટ્રાન્‍સફર કરવાની જરૂરિયાત વિના પેન્‍શનનું ચુકવણું સુનિશ્ચિત કરશે.

 કોઈ કંપની તેમના એમ્‍પ્‍લોયરને બદલે છે ત્‍યારે પ્રોવિડન્‍ટ ફંડ ઉપાડવું જરૂરી નથી કારણ કે ઓનલાઈન પ્રક્રિયા દ્વારા PF સરળતાથી નવા ખાતામાં ટ્રાન્‍સફર કરી શકાશે. 

 કર્મચારી ભવિષ્‍ય નિધિ પર લોન (આંશિક ઉપાડ) મેળવી શકશે. 

 વપરાશકર્તાઓ ઓનલાઇન EPFO   ફરિયાદ નોંધી શકે છે અને લાભોનો દાવો અને ફોર્મ ડાઉનલોડ કરી શકે છે. 

 જીવન હયાત સર્ટિફિકેટ ઓનલાઇન ડિજિટલ ભરી શકશે,બેંકમાં રૂબરૂ જવાની જરૂર નહીં પડે. 

 54 વર્ષની ઉંમર પછી EPF બેલેન્‍સ ના 90% ઉપાડી શકાશે . 

 નોકરી છોડ્‍યા પછી, જો વ્‍યક્‍તિ 1 મહિના સુધી બેરોજગાર રહે તો ભવિષ્‍ય નિધિના 75% બેલેન્‍સ ઉપાડી શકે છે અને બાકીના 25% બેરોજગારીના બીજા મહિને ઉપાડી શકે છે. 

    પીએફ ગણતરીના મુખ્‍ય દ્યટકો કર્મચારી/એમ્‍પ્‍લોયરનું યોગદાન અને વ્‍યાજ છે.નિયમો અનુસાર EPFO   વ્‍યાજ દર નક્કી કરે છે, જે હાલમાં 8.1% છે. 

EPFOમાં ‚ પેન્‍શન માટેની નવી ફોર્મ્‍યુલા જોઈએ તો   (પેન્‍શનપાત્ર પગાર X પેન્‍શનપાત્ર નોકરી )/70 = (15,000 x 35)/70 = રૂ. 7,500 પેન્‍શન મળી શકે. 

એમ્‍પ્‍લોઈઝ પ્રોવિડન્‍ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) સારવાર અને મૃત્‍યુ પામેલા EPFO  સભ્‍યોના પરિવારોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે એમ્‍પ્‍લોઈઝ ડિપોઝિટ લિંક્‍ડ ઈન્‍સ્‍યોરન્‍સ (EDLI) યોજના ચલાવે છે, આ યોજના મુજબ... 

(1)  EPFOમાં ‚ સભ્‍યો જયાં સુધી EPF¨¾ સક્રિય સભ્‍યો હોય ત્‍યાં સુધી તેઓ EDLI સ્‍કીમનો લાભ મેળવવા પાત્ર છે. 

(2)  EDLI હેઠળ મળવા પાત્ર રકમ, 12 મહિનાના સરેરાશ માસિક પગારના 35 ગણી મળે, જે વધુ માં વધુ 7 લાખ રૂપિયા સુધી મળી શકે. 

(3)  EDLI એમ્‍પ્‍લોયરને દર મહિને પ્રીમિયમ તરીકે મૂળ પગારના મહિને 0.5% અને વધારેમાં વધારે 75 રૂપિયા ભરવાના રહેશે. કર્મચારીઓએ EDLI માં જોડાવું ફરજિયાત નથી, EPF પેન્‍શનરો માટે યોજના લાભદાયક છે. EDLI ચોવીસ કલાક અને સમગ્ર વિશ્વમાં વીમા કવરેજ પ્રદાન કરે છે. 

કર્મચારીઓ બીજી જૂથ વીમા યોજના પણ પસંદ કરી શકે છે, પરંતુ તેના લાભો EDLI હેઠળ મળતા લાભો જેટલા અથવા વધુ હોવા જોઈએ. 

(4) EPF સ્‍કીમનાં બતાવેલ વારસદાર EDLI સ્‍કીમ માટે પણ લાગુ પડે છે.

(5) 100% PF રકમ તમે 58 વર્ષની વયે નિવૃત્તિ સમયે અથવા બે મહિનાથી સતત બેરોજગારી પછી તમારા પ્રોવિડન્‍ટ ફંડ (PF) બેલેન્‍સમાંથી ઉપાડી શકો છો. ગંભીર તબીબી સારવાર અથવા દ્યર ખરીદવા જેવી ચોક્કસ પરિસ્‍થિતિઓ નિર્માણ થાય ત્‍યારે 100% રકમ ઉપાડવાની પરવાનગી છે, પરંતુ કર અને દંડને પાત્ર હોઈ શકે છે.

(6) કર્મચારીએ દર મહિને તેમના મૂળભૂત વેતનના 10% અથવા 12% PF જમા કરવાનું રહે છે. જો તમે નવા મહિલા કર્મચારી છો,તો તમારે પ્રથમ ત્રણ વર્ષ માટે મૂળ પગારના 8% અને ત્‍યાર બાદ મૂળ પગારના 10% અથવા 12% PF જમા કરવાનું રહેશે. 

(7) 50000 PF ઉપાડ પર કોઈ ટેક્‍સ લાગતો નથી પણ તેથી વધારે PF ઉપાડો તો તેના ઉપર ટેક્‍સ લાગી શકે છે. PAN નંબર હોય તો 10% TDS કાપવામાં આવશે.

(8) મકાન/ફ્‌લેટની ખરીદી/બાંધકામ માટે મહિનામાં બે વખત ખાતામાંથી પીએફ એડવાન્‍સ ઉપાડવાની છૂટ છે. 

(9) PF પર વ્‍યાજ દરની દર વર્ષે સમીક્ષા કરવામાં આવે છે. નાણાકીય વર્ષ 2024 માટે તે 8.25% નક્કી કરેલ છે. EPFO નાણાકીય વર્ષ માટેના વ્‍યાજ દરની દ્યોષણા કરે છે.

(10) પેન્‍શન ખાતામાં તરત જ જમા થશે:  નવી સિસ્‍ટમથી પેન્‍શનની રકમ સીધી પેન્‍શનરના ખાતામાં જમા કરવાની સુવિધા મળશે. 

   EPF પેન્‍શનના નવા નિયમોની પેન્‍શનરો અને દેશના અર્થતંત્ર પર વ્‍યાપક અસર પડશે.પેન્‍શનરોના જીવન ધોરણમાં સુધારો થશે.ઓનલાઇન પ્રક્રિયાઓથી સરકારી કચેરીઓના વહીવટી ભારણ દ્યટશે, પ્રક્રિયાઓ ઝડપી થશે અને પારદર્શિતા લાવશે. 

    EPF બેલેન્‍સ જોવા માટે તમારા રજિસ્‍ટર મોબાઈલ નંબર માથી SMS કરો. 

 EPFOHO UAN to 7738299899.

સંકલન.. 

- બાબુભાઇ મેનપરાᅠ

નિવૃત્ત BSNL અધિકારીᅠ

9426227888

(4:04 PM IST)