<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

દિલીપભાઇ નકુમ સેક્રેટરી વિભાગમાંથી વયનિવૃત્ત સતત ૩ર વર્ષ મેયર ચેમ્‍બર ખાતે ફરજ બજાવનાર

મનપાના ૧૮ મેયરો સાથે કામ કર્યુઃ પદાધિકારીઓ દ્વારા શુભેચ્‍છા

રાજકોટ  તા. ૩૧ :.. મહાનગરપાલિકાના સેક્રેટરી વિભાગમાં મેયર ચેમ્‍બર ખાતે પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા  દિલીપભાઈ વિહાભાઈ નકુમ આજે વયમર્યાદા સબબ નિવળત થતા   મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા શુભેચ્‍છા પાઠવાઇ હતી.

 દિલીપભાઈ વિહાભાઈ નકુમ રાજકોટ મહાનગરપાલિકામાં સેક્રેટરી વિભાગમાં રોજમદાર તરીકે પ્રથમ નિમણૂંક પામેલ હતા. બાદમાં, તેમણે તા.૨૭ એપ્રિલ  ૧૯૯૨થી પટ્ટાવાળા તરીકે આજ દિવસ સુધી સેક્રેટરી વિભાગમાં મેયર ચેમ્‍બર ખાતે ફરજ બજાવેલ છે.

 દિલીપભાઈ નકુમએ રાજકોટ મહાનગરપાલિકાના ૫મા મેયર શ્રી વિનોદભાઈ શેઠ થી શરૂ કરી, વર્તમાનમાં ૨૨ મા મેયર નયનાબેન પેઢડીયા એમ કુલ ૧૮ મેયરશ્રીઓના કાર્યકાળ દરમ્‍યાન મેયર ચેમ્‍બર ખાતે પ્રમાણિકતાથી, નિષ્ઠાથી અને શિસ્‍તબદ્ધ રીતે પોતાની ફરજ બજાવેલ છે.   

 દિલીપભાઈ નકુમ આજ તા.૩૧ ના રોજ વયમર્યાદા સબબ નિવળત થતા હોઈ,   મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયાએ  દિલીપભાઈ નકુમને નિવળત્તિ બાદનું જીવન સુખમય, આરોગ્‍યમય અને શાંતિમય પસાર થાય તેમજ પોતાના જીવનના તમામ શેષ કાર્યો ખુબ સારી રીતે પૂર્ણ કરે તેવી શુભેચ્‍છા અને શુભકામના પાઠવેલ હતી.

(4:39 PM IST)