<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રી દ્વારા સ્‍નેહમિલન-એવોર્ડ સમારોહ

ડો.મનમોહનસિંઘને શ્રધ્‍ધાંજલીઃ જેલ અધિક્ષક ડો.કે.એલ.એન, રાવ મનિષ ગઢવી, રાજુભાઇ ગીડા, કિરણબેન સરવૈયાનું સન્‍માન

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રી દ્વારા સ્‍નેહમિલન, સમાજની વિધવિધ ક્ષેત્રની પ્રતિભાનો સન્‍માન સમારોહ કાર્યક્રમમાં ડો.કે.એલ.એન.રાવ (જેલ અધિક્ષક-ગુજરાત રાજય), મનિષ ગઢવી, વિજય ડોબરીયા, રાજુભાઇ ગિડા, ડો.દિશા ભટ્ટ, તથા કિરણબેન સરવૈયાને પોતાની અલગ અલગ કામગીરી સંદર્ભે સન્‍માનવમાં આવેલ.

આ તકે  ડો. કે.એલ.એન. રાવ એ જણાવેલ કે જેલ અધિક્ષક તરીકે કરેલ કામગીરી સંદર્ભે મારૂ જે સન્‍માન થયું છે. તે માટે હું સમાજનો ઋણી રહિશ. તેમણે કરેલ કામગીરી કેદીઓ પાસે આર્થીક ઉપાર્જન કરવા ઉપરાંત કાઉન્‍સિલીન સહિતની કામગિરી તથા સારી વર્તણુક હોય તેવા કેદીઓને સજા માફી માટે સરકારશ્રી માં ભલામણ કરી એક ઉત્તમ માનવતાવાદી અભિગમથી

ફરજ બજાવી. છેલ્લા ચાર વર્ષમાં પાંચસો થી વધારે કેદીઓને સજા માફી કરી અસંખ્‍ય પરિવારોને જીવતદાન આપેલ.

આ તકે ડો. ઈન્‍દુ રાવએ  સૌરાષ્‍ટ્ર-કચ્‍છ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રી દ્વારા યોજાતા અલગ- અલગ સેમીનારો, વક્‍તવ્‍યો, સમાજલક્ષી સેવાઓ વિગેરે ની પ્રશંશા કરેલ.

એવોર્ડ સમારંભમાં એવોર્ડથી નવાજવામાં આવેલ મનિષ ગઢવી કે જેઓ વિદ્યાર્થીઓને યુપીએસસી,જીપીસએસ ના માર્ગદર્શન આપી અભ્‍યાસ કરાવે છે અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને વિનામુલ્‍યે પણ તૈયારીઓ કરાવે છે.સદભાવના સંસ્‍થા નાં વિજય ડોબરિયાનું સન્‍માન કરવામાં આવેલ.

રાજુભાઈ ગીડા કે જેઓ સીવીલ હોસ્‍પિટલના પટાંગણમાં ગરીબ દર્દીઓ સાથે આવતા પરીવારને ઘણા વર્ષોથી સવારે ચા- નાસ્‍તો, બપોરનું ભોજન, બપોરની ચા તથા રાત્રી ભોજન વિનામુલ્‍યે કરાવીને એક ઉચ્‍ચ આદર્શ પુરો પાડેલ છે. તેમનુ સન્‍માન કરવામાં આવેલ.

કિરણબેન સરવૈયા જનકેન્‍દ્ર (ગાંધીનગર) સંસ્‍થાનાં માધ્‍યમથી સરકારી યોજના નો લાભ લોકો સુધી પહોંચાડવાનું કામ તથા ગરીબ દર્દીઓ તથા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનું કામ કરે છે. તેમજ ડો. દિશા ભાટે (ફિઝયોથેરાપી)ં નુ પણ સન્‍માન કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાંપ્રમુખ સ્‍થાનેથી નલીન ઝવેરીએ સંસ્‍થાની પ્રવળતીઓ વિશે વિસ્‍તળત માહિતી આપી,સંસ્‍થામા થતાં કાર્યક્રમોની સફળતાનો શ્રેય સમાજનાં શ્રેષ્‍ઠીઓ તથા સંસ્‍થાનાં સભ્‍યો  તથા કારોબારી સદસ્‍યોને આપેલ, કોઇપણ સફળતા ટીમવર્ક વગર અશકય છે. તેમણે આ તકે સર્વેનો સહકાર બદલ આભાર માનેલ.

કાર્યક્રમની શરુઆતમાં ભારતનાં ભુતપુર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંઘને શ્રધ્‍ધાંજલી આપી બે મિનિટ નું મૌન પાડવામાં આવેલ.

કાર્યક્રમ નુ સ્‍વાગત પ્રવચન સંસ્‍થાનાં મહામંત્રી સંજય લઠિયાએ  તથા   આભારવિધી સીએ  ફેનિલ મેહતા એ કરેલ આ તકે જનકેન્‍દ્ર (ગાંધિનગર) દ્વારા ડો. શ્રીપાલભાઈ ખજુરિયાનું પ્રેઝન્‍ટેશન તથા માર્ગદર્શન મળેલ. કાર્યક્રમ નું સંચાલન સમિર પોટાએ કરેલ.

આ કાર્યક્રમનાં અંતે ભાશ્‍કર શુક્‍લ તથા વિદિતા શુક્‍લ  તથા તેમની ટીમ દ્વારા સંગીત સંધ્‍યા યોજવામાં આવેલ.

આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ નલિન ઝવેરી,ં સંજય લાઠીયા, જીતેન રવાણી, રાજેશ રાણપરિયા, સ્‍મિત કનેરિયા, ફેનિલ મેહતા, મૌતીક ત્રિવેદી, જીતેન ઘેટિયા, ધવલ મેહતા, ડો. ભાવેશ સચદે, રિતેશ પાલા, સુરેશ પટેલ, રોનક નસિત, સંજય મેહતા, રાજેશ કુકડિયા, મહેશ સોનપાલ, બિપીન ખોખાણી, વાસુભાઈ લુંધ, હસમુખ કોટેચા, વિનુભાઈ વેકરિયા, મયંક એચ. વ્‍યાસ, જે.એન. પરમાર, નિલેશ ગૌસ્‍વામી,પ્રદિપ મેહતા, પ્રકાશ ઠક્કર, અશિષ પટેલ, ચંદ્રેશ ઘેલાણી, વિશ્વેષ વોરા, બી.કે.શાહ, મિલિંદ ગગલાણી, અમિત દેસાઇ, નલિન અસોદીયા, લાખાભાઈ કનારા, કુલદીપસિંહ સોલંકી સહિતનાં સભ્‍યોએ જહેમત ઉઠાવેલ.

(12:23 PM IST)