<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

પહેલગામ હુમલા બાદ ભારતની પાકિસ્તાન સામે કડક કાર્યવાહી, રાજદૂતને મધરાતે બોલાવી 'પર્સોના નોન ગ્રાટા' નોટિસ : : પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે. ગઈકાલે મોડી રાત્રે ભારતે પાકિસ્તાનના શીર્ષ રાજનયિક સાદ અહમદ વરાઇચને તલબ કરીને તેમના સૈન્ય રાજનયિકો માટે ‘અવાંછનીય વ્યક્તિ’ (પર્સોના નોન ગ્રાટા) નોટિસ આપી. એક્સ પોસ્ટ અનુસાર, ભારતે સિંધુ જળ સમજૂતી રદ કરી, પાકિસ્તાની નાગરિકોના : પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે. ગઈકાલે મોડી રાત્રે ભારતે પાકિસ્તાનના શીર્ષ રાજનયિક સાદ અહમદ વરાઇચને તલબ કરીને તેમના સૈન્ય રાજનયિકો માટે ‘અવાંછનીય વ્યક્તિ’ (પર્સોના નોન ગ્રાટા) નોટિસ આપી. એક્સ પોસ્ટ અનુસાર, ભારતે સિંધુ જળ સમજૂતી રદ કરી, પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કર્યા અને અટારી-વાઘા બોર્ડર ચેકપોસ્ટ બંધ કરી. આ પગલાં પાકિસ્તાન પર દબાણ વધારવાનો ભારતનો પ્રયાસ દર્શાવે છે.9:52 AM IST

સરહદ, દરિયા, દ્વારકા હોય કે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી કોઈપણ પરિસ્‍થિતિનો મુકાબલો કરવા પોલીસ સજ્જ : ૨૬ નો ભોગ લેનાર આતંકી ઘટના : સેન્‍ટ્રલ ib ની ઇનપુટ આધારે ગુજરાત પોલીસ ફુલ એકશન મોડમાં..ભારે ધમધમાટ : સૌરાષ્‍ટ્રના દરિયા કિનારે વિસ્‍ફોટક આર ડી.એક્‍સ, મોરબી વાંકાનેરમાં એક યુગમાં થયેલ બોમ્‍બ વિસ્‍ફોટ વિગેરે બાબત ધ્‍યાને રાખી રેન્‍જ વડા અશોક યાદવના આદેશ પગલે, નિતેશ પાંડે, પ્રેમસુખ ડેલું સહિતના જિલ્લા પોલીસ વડા એલર્ટ : જૂનાગઢ રેન્‍જ વડા સાથે ચર્ચા બાદ ગીર સોમનાથ એસપી દ્વારા પોલીસને એલર્ટ મોડમાં મૂકી : BSF સાથે સંકલન... સરહદી વિસ્‍તારોનું પેટ્રોલિંગ ચુસ્‍ત..દેશ દ્રોહી હોવાની આશંકા છે તેવા તત્‍વો આસપાસ જાળ, સુરત રેન્‍જ વડા પ્રેમવીર સિંહ દ્વારા સાપુતારામા પ્રવાસીઓની સુરક્ષા માટે કવાયત4:02 PM IST