<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

નવા વર્ષને આવકારતી દેવળોમાં ભાવસભર ઉજવણી

રાજકોટ : ર૦ર૪ના વર્ષને વિદાય તથા નવા વર્ષ ર૦રપને આવકારતી ભાવસભર ઉજવણી શહેરના હજારો ખ્રિસ્‍તી પરિવારો દ્વારા બીશપ હાઉસ, તમામ ચર્ચ, દેવળોમાં કરાઇ હતી. રોશનીના ઝગમગાટ વચ્‍ચે રાત્રે ૧ર વાગ્‍યા પહેલા ભગવાન ઇસુ-મધરમેરી અંગે પ્રાર્થના, કેરોલ-ગીત સંગીત-કુરબાના-આશીર્વચન, પવિત્ર જળનો છંટકાવ, કિસયજ્ઞ વિગેરે યોજાયા હતા અને રાત્રે ૧રના ટકોરે હજારો ખ્રિસ્‍તી ભાઇ-બહેનોએ નવા વર્ષને ચિચિયારીઓ-આતશબાજી વચ્‍ચે આવકારી-શુભેચ્‍છાઓ પાઠવી હતી. (તસ્‍વીરઃ પ્રિન્‍સ બગથરીયા)

(12:40 PM IST)