<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

ર૦ર૪ માં રાજકોટમાં ૧ લાખ ૬૦ હજાર દસ્‍તાવેજોઃ સરકારને ૯૩ર કરોડની તોતીંગ આવક...

ડીસેમ્‍બર-ર૦ર૪ તેજીનું વાવાઝોડુઃ ૩૬૧૦ દસ્‍તાવેજો વધ્‍યાઃ તંત્રને ૮૦ કરોડ ૮૭ લાખની જબરી કમાણી:વર્ષ ર૦ર૪ માં સૌથી વધુ મોરબી રોડ પર ૧૯૮૮૩:દસ્‍તાવેજો થયાઃ સૌથી ઓછા વીંછીયામાં ૯પ૬ની નોંધણીડીસેમ્‍બર-ર૦ર૪ માં સૌથી વધુ મોરબી રોડ પર૧પપ૪ તો સૌથી ઓછા વીંછીયામાં ૮૪ દસ્‍તાવેજો:કમૂરતા હોવા છતાં ડીસેમ્‍બરમાં દસ્‍તાવેજાનો વધારોઃ નવી જંત્રીની અમલવારી પહેલા તેજીનો ફુંફાડો

જુની કલેકટર કચેરી ખાતે ૧૦ હજાર ચો.મી. જમીન પર સીટી પ્રાંત-ર મહેક જૈન દ્વારા સફાઇ અભિયાનઃ કચેરી ચોખ્‍ખી ચણાંક બનાવાઇ

રાજકોટઃ આજે જુની કલેકટર કચેરી ખાતે સીટી પ્રાંત-ર શ્રી મહેક જૈન દ્વારા સવારે ૧૦ વાગ્‍યાથી સફાઇ અભિયાન હાથ ધરાયું હતું. જેસીબી, બે ડમ્‍પર, આરએમસીનો સ્‍ટાફ સીટી પ્રાંત-રના હિતેષ સોલંકી તથા સફાઇ કામદારો દ્વારા સીટી પ્રાંત-ર, સીટી પ્રાંત-૧ની કચેરી પાછળથી ઇ-ધરા પાસે તથા નાના બગીચામાં વર્ષો જુનો કચરો, અન્‍ય ગંદકી, ભંગારનો સામાન પડી રહેલ રીક્ષાઓ બધુ દુર કરી દેવાયું હતું. આખી કલેકટર કચેરીની ૧૦ હજાર ચો.મી. જમીન પર સફાઇનું બુલડોઝર ફેરવી દઇ, ગંદકીઓ સાફ કરી બે ડમ્‍પર જેટલો કચરો ભરી લેવાયો હતો. આખી કચેરી ચોખ્‍ખી ચણાંક બનાવાઇ હતી. હવે ૧ થી ર દિવસમાં સીટી પ્રાંત-૧ કચેરી સામેનો બગીચો ચોખ્‍ખો ચણાંક બનાવવા અભિયાન હાથ ધરાશે.તસ્‍વીરમાં જુની કલેકટર કચેરી ખાતે ચાલી રહેલ સફાઇ અભિયાન નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧ :.. વર્ષ ર૦ર૪ ના વર્ષમાં રાજકોટ શહેર-જીલ્લા સહિત કુલ ૧૮ સબ રજીસ્‍ટ્રાર ઝોનમાં ૧ થી ર મહિનાના ચડાવ ઉતાર બાદ જમીન-મકાન-ફલેટ- - પ્‍લોટના ખરીદ-વેચાણમાં તેજીનું વાવાઝોડુ ઉદ્‌્‌ભવ્‍યું હતું, અને વર્ષ ર૦ર૪ ના એક વર્ષમાં કુલ ૧૮ ઝોન થઇને એક લાખ ૬૦ હજાર અને ૯૭૯-દસ્‍તાવેજો થયાનું તથા વપરાયેલ ફી ૧૩પ કરોડ ૭૭ લાખ અને ઉપયોગમાં લેવાયેલ. સ્‍ટેમ્‍પ ડયુટી ૭૯૬ કરોડ પ૩ લાખ મળી સરકારને કુલ ૯૩ર કરોડ ૩૦ લાખ અને ૪૩ર૧ર ની તોતીંગ આવક થઇ છે. જેમાં સૌથી વધુ દસ્‍તાવેજો રાજકોટ-ર, મોરબી રોડ પર એક વર્ષમાં ૧૯૮૮૩, તથા ઓછા દસ્‍તાવેજો વીંછીયા ક્ષેત્રમાં એક વર્ષમાં ૯પ૬ દસ્‍તાવેજોની નોંધણી થઇ છે.

વર્ષ ર૦ર૪ ના ડીસેમ્‍બર મહીનાની વિગત જોઇએ તો ડીસેમ્‍બર મહિનામાં કમુર્તા હોવા છતા તેજીનું વાવાઝોડુ જમીન મકાન, ફલેટ, પ્‍લોટની ખરીદી-વેચાણમાં જોવા મળ્‍યુ હતું. તેનુ મુખ્‍ય કારણ નવી જંત્રીની અમલવારી પહેલા દસ્‍તાવેજો કરાવી લેવા દોડધામ થઇ છે.

અધીકારી સુત્રોએ ઉમેર્યુ હતું કે નવેમ્‍બરમાં રાજકોટના ૧૮ ઝોનમાં ૯૬૪પ દસ્‍તાવેજ થયેલ, જયારે ડીસેમ્‍બરમાં એક મહીનામાં ઉછાળો આવતા ૧૩રપપ દસ્‍તાવેજો નોંધાયા છે, જેમાં સૌથી વધુ રાજકોટ-ર મોરબી રોડ પર ૧પપ૪ તો સૌથી ઓછા વીછીંયા ક્ષેત્રમાં ૮૪ દસ્‍તાવેજોની નોંધણી થઇ છે.

ડીસેમ્‍બર-ર૦ર૪ માં ઝોન વાઇઝ દસ્‍તાવેજોની નોંધણી જોઇએ તો રાજકોટ-૩-૯૯પ, જેતપુર-૭ર૧, રાજકોટ-૮-રૂરલ-૭પર, રાજકોટ-૬-મવડી-૧ર૭પ, પડધરી-ર૭૦, કોઠારીયા-૯૦૪, જસદણ-૬૦પ, લોધીકા-૮૦૭, જામકંડોરણા-૧ર૭, ઉપલેટા-૪૭૦, રાજકોટ-૪-રૈયા-૮૭૩, રાજકોટ-પ-મવા-૭૬૪, ગોંડલ-૧૩રપ, ધોરાજી-૩૪૪, કોટડાસાંગાણી-પ૧પ અને રાજકોટ-૧-૮૭૦ દસ્‍તાવેજો નોંધાયા છે.

વર્ષ-ર૦ર૪ માં રાજકોટના ૧૮ ઝોનના થયેલ દસ્‍તાવેજોની નોંધણીની વિગત આપતા અધીકારી સુત્રોએ ઉમેર્યુહતું કે, રાજકોટ-૮-રૂરલ-૯૪૩૪, રાજકોટ-૪-રૈયા-૧રર૧૪, રાજકોટ-ર-મોરબી રોડ-૧૯૮૮૩, પડધરી-૩૩પપ, જેતપુર-૮૧રપ, કોઠારીયા-૧ર૪૮૦, રતનપર-૧૧૭ર૯, રાજકોટ-૧-૧૦૪ર૬, ઉપલેટા-પરર૭, જામકંડોરણા-૧૩પ૭, લોધીકા-૯૮૮૧, જસદણ-પ૮રપ, રાજકોટ-૬-મવડી-૧પ૪પર, વીછીંયા-૯પ૬, રાજકોટ-પ-મવા-૯પ૧૬, ગોંડલ-૧પ૧૦૪, કોટડાસાંગાણી-૬૦૩૪, અને ધોરાજી ક્ષૈત્રમાં-૩૯૭પ દસ્‍તાવેજો થયાનું સુત્રોએ ઉમેર્યુ હતું.(૬.૧૬)

(12:49 PM IST)