News of Wednesday, 1st January 2025
લેન્ડ ગ્રેબીંગ કમિટીઃ ગુજરાત સરકાર દ્વારા ધરખમ ફેરફારોઃ આખુ મહેકમ ઉભુ કરવા ૧૦ કલેકટરોને આદેશો
રાજકોટ કલેકટરે હવે બે નાયબ મામલતદાર-બે કલાર્ક મૂકવા પડશેઃ આ સ્ટાફને માત્ર લેન્ડગ્રેબીંગ અંગે કામગીરી કરવા હુકમો પક્ષકારોને ફરજીયાત નોટીસ આપવા સુચનાઃ તમામ દસ્તાવેજો ધ્યાને લેવા પડશેઃ લેવા પડશેઃ કમિટીના કોઇ મેમ્બર હાજર ન રહી શકે તો વિડીયો કોન્ફરન્સ દ્વારા હાજર રહેવુ ફરજીયાત

રાજકોટ, તા. ૧ : ગુજરાત સરકારે રાજકોટ સહિત દરેક કલેકટરને એક તાકિદની સૂચના-આદેશો દ્વારા લેન્ડ ગ્રેબીંગ અંગે નવા નિયમોની અમલવારી કરવા હુકમો કર્યા છે.
ટોચના અધીકારી સૂત્રોમાંથી મળતી વિગત મુજબ ગુજરાત હાઈકોર્ટ દ્રારા તા.૦૪/૧૨/૨૦૨૪ના ઓરલ ઓર્ડરથી R/Special Criminal Application(For Challenging Vires/Ultra Vires) No. 12369/2023, Ashwinkumar Amrutlal Gajjar Vis State of Gujarat and others કેસમાં આપવામાં આવેલ નિર્દેશ અન્વયે રાજયભરમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ અને ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) નિયમ-૨૦૨૦ અન્વયે મળતી અરજદારશ્રીઓની અરજી પરત્વે થતી કાર્યવાહી અન્વયે નીચે મુજબની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે છે. જેનો રાજયભરમાં ચુસ્ત પણે અમલ કરવાનો રહેશે.
(૧) ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધટ્ઠ અધિનિયમ-૨૦૨૦ હેઠળની દરેક જિલ્લા સમિતિનું એક અલાયદુ મહેકમ સર્વે કલેક્ ટરશ્રીએ આંતરિક વ્યવસ્થાથી ઉભુ કરવાનું રહેશે. જે અન્વયે અમદાવાદ, કચ્છ, રાજકોટ, સુરત ભાવનગર, બનાસકાંઠા, વડોદરા, મોર બી, સુરેન્દ્રનગર, ગાંધીનગર જીલ્લાની કચેરીમાં ૨(બે) - નાયબ મામલતદાર તથા ૨(બે) - જુનીયર કલાર્ક તેમજ રાજ્યના અન્ય તમામ જીલ્લાઓમાં ૧(એક) - નાયબ મામલતદાર અને ૧(એક) - જુનીયર કલાર્ક નિયત કરવામાં આવે છે. ઉક્ત અલાયદા મહેકમે ગુજરાત જમ છીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) અધિનિયમ હેઠળને લગતી જ કામગીરી કરવાની રહેશે.
(૨) રચાયેલ સમિતિના અધ્યક્ષને યોગ્ય જણાય તેવી સમિતિ અંતિમ નિર્ણય લેતા પહેલા પક્ષકારોને જરૂરી નોટિસ આપવાની રહેશે.
(૩) રચાયેલ સમિતિના નિર્ણયની જાણ પક્ષકારોને અચૂક કરવાની રહેશે.
(૪) તપાસ અધિકારીએ તપાસ હાથ ધરતી વખતે મહેસૂલ રેકોર્ડ સહિત તપાસ દરમિયાન પક્ષકારો દ્વારા રજુ કરાયેલા તમામ દસ્તાવેજો ધ્યાને લઈ તપા સ અહેવાલ રજૂ કરવાનો રહેશે.
(પ) રચાયેલ સમિતિના તમામ સભ્યોએ પોતે રૂબરૂ સુનાવણી વખતે હાજર રહેવુ અને જો પોતે કોઇ આકસ્મિક કારણોસર ના છૂટકે હાજર રહી શકે તેમ ન હોય તો વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉપસ્થિત રહી કોરમ પૂર્ણ કરવાનુ રહેશે.
(૬) રચાયેલ સમિતિના તમામ સભ્યોએ રૂબરૂ અરજદારની /વિડીયો કોન્ફ
રન્સ દ્વારા કોરમની જોગવાઈ મુજબ સમિતિની બેઠકમાં ઉપસ્થતિ રહેવાનું રહેશે. સમિતિની કોરમની અવેજીમાં અન્ય અધિકારી/ કર્મચારી દ્વારા કોરમ પૂર્ણ કરી શકાશે નહીં.(૯.ર૭)
(12:53 PM IST)










