News of Wednesday, 1st January 2025
રાજકોટમાં યુવાધને નવા વર્ષને ઉમળકાથી આવકાર્યુઃ મોજ-મસ્તીની છોળો ઉડી

આજથી ઇસવીસન ર૦રપનો પ્રારંભ થયો છે. ગઇકાલે ૩૧ ડીસેમ્બરના રોજ રાજકોટમાં વિવિધ સ્થળોએ નવા વર્ષને આવકારવા ડાન્સ પાર્ટી, ડીજે સહિતના આયોજન કરવામાં આવ્યા હતાં. નવા વર્ષને વધાવવા યુવાધન વિવિધ ગીતો-સંગીતના તાલે ખુબ જ ઝુમ્યા હતાં. મોજ મસ્તીની છોળો ઉડી હતી. રાત્રે ૧રના ટકોરે આતશબાજી સાથે એક-બીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. નીલ સીટી કલબ ખાતે ગઇકાલે રાત્રે જાહેરમાર્ગો પર ઓછી ભીડ જોવા મળી હતી, પોલીસે પાર્ટીઓ બંધ કરાવતા ત્યાંનુ યુવાધન અન્ય સ્થળે જતા ૩ થી ૪ સ્થળે ધમાલ તથા હાથોહાથની ધટના બન્યાનું બહાર આવ્યું છે. ઉપરોકત તસવીરમાં ડાન્સ પાર્ટીમાં ઉમટેલા લોકો નજરે પડે છે. જયારે નીચેની તસવીરોમાં મ્યુઝીક સાથે ડાન્સ કરતું યુવાધન દર્શાય છે. અંતિમ તસવીરોમાં ર૦રપ શરૂ થતાં કિકયારીઓ સાથે ઉજવણી કરતા લોકો નજરે પડે છે. (તસવીરઃ પ્રિન્સ બગથરીયા)
(12:59 PM IST)










