<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

મનપાના ૧ર કર્મચારીઓ નિવૃત્ત : વિદાયમાન સમારોહ

રાજકોટ : મ્‍યુનિસિપલ કમિશનરની સુચના અને માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકામાંથી નિવળત થયેલ ૧૨ અધિકારી-કર્મચારીઓને નાયબ મ્‍યુનિ. કમિશનર હર્ષદ પટેલ દ્વારા મોમેન્‍ટો અને શુભેચ્‍છા પત્ર આપી વિદાયમાન આપવામાં આવ્‍યું હતું. વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીઓ અને કર્મચારીઓને નિવળત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તેવું કમિશનર દ્વારા સુનિヘતિ કરવામાં આવી રહ્યું છે.  ડિસેમ્‍બર-૨૦૨૪માં (૧) સેક્રેટરી વિભાગના પટ્ટાવાળા  નકુમ દિલીપભાઈ, (૨) સુરક્ષા વિભાગના વોચમેન  ગમારા રતિલાલ, (૩) સ્‍પેશિયલ કોન્‍સર્વેન્‍સી વિભાગના લેબર  ઝીંઝુવાડિયા ધનજી, (૪) સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાના લેબર  વાઘેલા અરવિંદભાઈ, (૫) વોટર વર્કસ શાખાના લેબર  પરમાર અનિરુધ્‍ધસિંહ, (૬) JNNURM વિભાગના લેબર  ચૌહાણ અમરશીભાઈ, (૭) પ્રોજેક્‍ટ શાખાના કોમ્‍યુનિટી ઓર્ગનાઇઝર  વ્‍યાસ જીતેન્‍દ્ર, (૮) બાંધકામ શાખાના ડેપ્‍યુટી એન્‍જી. (સિવિલ)  શેઠ હિતેન્‍દ્ર, (૯) સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાના સફાઈ કામદાર  સોલંકી મંજુલાબેન, (૧૦) સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાના સફાઈ કામદાર  વાડોદરા પ્રભાબેન, (૧૧) સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાના સફાઈ કામદાર  પરમાર શાંતાબેન અને (૧૨) સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાના સફાઈ કામદાર  પરમાર રામુબેન વિગેરે અધિકારીઓ અને કર્મચારીઓમાં નિવળત થયેલ છે. નિવળત્તિ વિદાય સન્‍માન સમારોહમાં નાયબ મ્‍યુનિ. કમિશનર હર્ષદ પટેલ, સેક્રેટરી એચ.પી.રૂપારેલીયા, સુરક્ષા અધિકારી આર.બી. ઝાલા, પી.એસ. ટુ મેયર વિપુલ ઘોણીયા, પી.એ.ટુ કમિશનર ડૉ. એન.કે.રામાનુજ, મેનેજર કાશ્‍મીરા વાઢેર તથા સંબંધિત શાખાધિકારીઓના વરદ હસ્‍તે કર્મચારીઓને મોમેન્‍ટો આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતાં તેમજ કર્મચારીઓના પી.એફ. અને હક્ક રજાના રોકડમાં રૂપાંતર અંગેના ચુકવણીના હુકમો તથા પી.પી.ઓ. બુકની નકલ પણ આપવામાં આવેલ હતી.

(1:00 PM IST)