તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૭, મંગળવાર
News of Wednesday, 1st January 2025
એસ.ટી. બસ પોર્ટ પર મહિલાની ડિલવરી
આદિવાસી મહિલાને પેટમાં દુઃખાવો ઉપડતા એસ.ટી.ની મહિલા કર્મચારીઓની મદદથી ડીલીવરી કરાઇ,૧૦૮ની ટીમ પણ પહોંચી

રાજકોટઃ ગઈકાલે રાજકોટ એસ.ટી બસ પોર્ટ ઢેબર રોડ પર માનવતાની મહેક પ્રસરી ઉઠી હતી સાંજે સાત કલાકની આસપાસ આદિવાસી મહિલા જે લોધિકા તાલુકામાં ખેત મજૂરી કામ કરતા હોય તે પોતાના વતન છોટાઉદેપુર તરફ જતા હોય ત્યારે એસ.ટી બસ પોર્ટ ના એન્ટ્રી ગેટ થી પ્લેટફોર્મ તરફ જતા હતા ત્યારે સગર્ભા મહિલા ને પ્લેટફોર્મ નંબર ૨ પર એકા એક પેટમાં દુઃખાવો ઉપાડતા તાત્કાલિક સદર મહિલાને ફરજ પરના એસ.ટી ના કોન્ટ્રાક્ટ બેઝ થી કામ કરતા મહિલા કામદારો દ્વારા મદદ મળી હતી ચાદરો મંગાવી કામ ચલાઉ પ્રસુતા ગળહ ઊભું કરી મહિલા ને ડીલેવરી કરાવી હતી.
ફરજ પરના ઇન્ચાર્જ સ્ટેન્ડ ઇન્ચાર્જ સુભાષભાઈ ચાવડા તાત્કાલિક ૧૦૮ બોલાવી તત્કાલીન સમયે એ ડિવિઝનનો પોલીસ સ્ટાફ ૩૧ ડિસેમ્બરના બંદોબસ્તમાં હોવાને લીધે હાજર ન હોય. સગર્ભા મહિલા ને કે તેના બાળકને ભીડમાં કોઈ હાનિ ન પહોંચે એટલા માટે તે સમયે ઉપસ્થિત ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, ફરજ પરના સ્ટેન્ડ ઇન્ચાર્જ સુભાષભાઈ ચાવડા, ટ્રાફિક કંટ્રોલર સુરેશભાઈ દલસાણીયા, લાડાણીભાઈ એ વિસ્તારને કોર્ડન કરી એસ.ટી સ્ટાફ દ્વારા સમયસર મદદ મળી હતી. ૧૦૮ આવતા ઇન્જેક્શન આપતા નોર્મલ ડિલિવરી થયા બાદ જનાના હોસ્પિટલમાં મહિલા અને બાળક ને મોકલવામાં આવેલ હતા બાળક અને મહિલાની તબિયત એકદમ સ્વસ્થ હતી અને ખુશીની બાબતતો એ છે કે તે મહિલાને બાબાનો જન્મ થયો હતો.
ગજેન્દ્રસિંહ ઝાલાએ યાદીમાં જણાવ્યું હતું કે આ પ્રકારની ઘટના જ્યારે બને ત્યારે ગુજરાત એસ.ટી દ્વારા મહિલા તેમજ તેમની સાથેના પરિવારને એસ.ટી માં તેમના વતનમાં જવા માટે પછીથી ટિકિટના પૈસા ન લઈને ફ્રી સેવા આપવી જોઇએ. ગુજરાત એસ.ટી માં નિયમિત ૨૭ લાખ મુસાફરો અપડાઉન કરે છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ અંગે રાજ્ય સરકાર માનવીય અભિગમ અપનાવી એક પરિપત્ર બહાર પાડી આવા મજદૂર પરિવારોને પોતાના વતનમાં જવા કે જે સ્થળે જતા હોય તે માટે એસ. ટીમાં નિઃશુલ્ક સેવા આપવી જોઈએ.
(6:57 PM IST)










