<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

સરગમ કલબ દ્વારા મ્‍યુઝીકલ પાર્ટી યોજાઈ : નવા વરસે નવા-જુના ગીતોની રમઝટ બોલી

પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળા અને મુકેશભાઈ દોશી સહિતના મહાનુભાવોની ઉપસ્‍થિતિઃ આસીફ ઝરીયા, ચિરાગ દેસાઇ, સંધ્‍યા પાત્‍યે, પ્રિતિ ભટ્ટ, નિલેષ વસાવડા અને કૃપા પુરોહીતે જમાવટ કરી

રાજકોટઃ સરગમ કલબ દ્વારા ૩૧ ડિસેમ્‍બરે હેમુ ગઢવી હોલમાં ભવ્‍ય મ્‍યુઝીકલ નાઈટનું આયોજન કરવામાં આવ્‍યું હતું અને રાત્રે ૧૨ વાગ્‍યે નવું વર્ષ શરૂ થયું ત્‍યાં સુધી નવા જુના ગીતોની રમઝટ બોલી હતી. આ મ્‍યુઝીકલ નાઈટને માણવા માટે  પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળા શહેર ભાજપ  સહિતના અનેક મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

આ મ્‍યુઝીકલ નાઇટમાં મેલોડી કલર્સનાં કલાકારો આસિફ જેરીયા, ચિરાગ દેસાઈ, સંધ્‍યા પાત્‍યે, પ્રીતિ ભટ્ટ, નીલેશ વસાવડા અને કૃપા પુરોહિત વગેરેએ આખા માહોલને બોલીવુડમય બનાવી દીધો હતો. બધા સિંગરોએ એક એક થી ચડિયાતા ફિલ્‍મી ગીતો રજુ કરીને જમાવટ કરી દીધી હતી.

આ કાર્યક્રમમાં પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળા, ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, પુજારા ટેલીકોમનાં યોગેશભાઈ પુજારા, ઉદ્યોગપતિ નાથાભાઈ કાલરીયા,  પ્રતાપભાઈ પટેલ, પરસોત્તમભાઈ કમાણી, એમ.જે.સોલંકી, રાકેશભાઈ પોપટ, ડો. રાજેશ  પટેલ ( અમેરિકા), હરેશભાઈ લાખાણી, અરવિંદભાઈ તાળા, ઈશ્વરભાઈ તાળા, શૈલેશભાઈ માઉ, વજુભાઈ(લંડન), ફિરોઝભાઈ લાખાણી (ઁલંડન), કૌશિકભાઈ સોલંકી, તેજસભાઈ ભટ્ટી સહિતના અનેક મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા. અને ફિલ્‍મી ગીતો માણ્‍યા હતા. આ પૂર્વે બધાએ સ્‍વાદિષ્ટ ભોજનનો આસ્‍વાદ પણ માણ્‍યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ ભરતભાઈ સોલંકી, રાજેન્‍દ્રભાઈ શેઠ, જગદીશ કિયાડા, અનવરભાઈ ઠેબા, દીપકભાઈ શાહ, કૌશિકભાઈ વ્‍યાસ, જયરાજસિંહ ઝાલા, સુનીલ દેત્રોજા, મનમોહન  પનારા, જયસુખભાઈ ડાભી ઉપરાંત લેડીઝ કલબના અલ્‍કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, ચેતનાબેન સવજાણી, જયશ્રીબેન  વ્‍યાસ, જયશ્રીબેન મહેતા, વૈશાલીબેન શાહ, હેતલબેન થડેશ્વર વગેરેએ જહેમત ઉઠાવી હોવાનું સરગમ કલબની યાદીમાં જણાવાયું છે.

(2:32 PM IST)