<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

વિરાટ વૃક્ષનું વામન સ્‍વરૂપ એટલે ‘બોન્‍સાઇ' : શનિ-રવિ પ્રદર્શન

વડ, પીપળો, લીમડો અને પ૦થી વધુ નવી વેરાયટીઓ સાથેનું પ્રદર્શન : માર્ગદર્શન પણ અપાશેઃ વૃક્ષ પ્રેમીઓ ફનસ્‍ટ્રીટ ખાતે પહોંચી જજો

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સૌરાષ્‍ટ્ર બોન્‍સાઇ કલબના સર્વ શ્રી ચેતનભાઇ  સિંધવ મો. ૯૯૭૯૩ ૪ર૯૮૬, વિનોદરાય  મોઢા મો. ૯૪ર૭ર ૧૩૦૦૯ અને આદીલખાન બ્‍લોચ મો. ૯૪૬૦ર ૦ર૧ર૬ નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટઃ ફુલ છોડ, વૃક્ષો પ્રેમીઓ માટે સારા સમાચાર  છે  રાજકોટમાં આગામી શનિ-રવિ બે દિવસીય બોન્‍સાઇ પ્રદર્શન યોજાએલ છે એક નાના પ્‍લેટમાં ઝાડ બનાવી તેની માવજત કરી વર્ષો સુધી સાચવવું

આ બેન્‍સાઇ પ્રદર્શનમાં વડ, પીપળો, લીમડો આંબલી, ગોરસ આંબલી સહિત ૩૦૦ થી વધુ વેરાયટીઓ ઉપલબ્‍ધ  બનશે જેમાં પ૦ નવી વેરાયટીઓ લાવવામાં આવી હોવાનું જણાવાયું છે માર્ગદર્શન સાથે ડેમો પણ આપવામાં આવશે.

સૌરાષ્‍ટ્ર બોન્‍સાઇ કલબ બોન્‍સાઇ આર્ટ પ્રેમી આર્ટીસ્‍ટોનું એક નાનો સમુહ છે આ કલબ સૌરાષ્‍ટ્ર ભરમાં આર્ટનો પ્રચાર અને પ્રસાર કરવા માટે છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત હોવાનું અને કલબમાં હાલ કુલ મળી ૪૦૦ થી વધુ સભ્‍યો છે અને તે ગુજરાતનું એકમાત્ર આ પ્રકારનું કલબ હોવાનું યાદીમાં જણાવાયું છે.

કલબ દ્વારા આર્ટના વધુ પ્રચાર અને પ્રસાર અર્થે બોન્‍સાઇ પ્રદર્શન આયોજન થઇ રહયું છે ગયા વર્ષે પણ જાન્‍યુઆરી-ર૪ માં આ પ્રદર્શનનું આયોજન થયું હતું જેને સૌરાષ્‍ટ્રભરના બોન્‍સાઇ ચાહકો દ્વારા ખુબ  સારો પ્રતિસાદ સાંપડયો હતો. આવનાર ર૦રપ જાન્‍યુઆરીમાં તા. ૪-૧-ર૦રપ અને તા. પ-૧-ર૦રપ (શની-રવિ) ના રોજ  દીવસીયમાં આર્ટ ટેકનીક, પ્રી બોન્‍સાઇ પ્‍લાન્‍ટ, બોન્‍સાઇ ટુલ્‍સ, બોન્‍સાઇ માટેના પોટસ  તેમજ ખાતર ઉપલબ્‍ધ કરાવશે. જાહેર જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે. બોન્‍સાઇ પ્રદર્શન સ્‍થળઃ ફન સ્‍ટ્રીટ, સ્‍વીમીંગ પુલની બાજુમાં રેસકોષ રાજકોટ.

(3:02 PM IST)