News of Thursday, 2nd January 2025
જાગનાથ પરિવાર દ્વારા પારિવારિક માહોલમાં ‘‘બાય બાય ર૦ર૪, વેલકમ ર૦રપ'' કાર્યક્રમ યોજાઇ ગયો
નયે સાલ મેં લિખેંગે હમ નયી કહાની... વિવિધ પ્રકારની સ્પર્ધાઓ, ગીત-સંગીત અને કેક કટીંગ, ડીનર સાથે નવા વર્ષને આવકાર

રાજકોટ, તા. રઃ અહિના જાગનાથ પ્લોટ પરિવાર એસો.ના ઉપક્રમે તા. ૩૧ ની સમી સાંજે પારિવારિક માહોલમાં ‘બાય બાય ર૦ર૪, વેલકમ ર૦રપ' નો રંગારંગ કાર્યક્રમ મોટી સંખ્યામાં પરિવારના સભ્યોની હાજરીમાં ૪-જાગનાથ પ્લોટ, મિલી અને મોનાલીસા એપાર્ટમેન્ટ ખાતે ઉજવવામાં આવ્યો હતો.
આ પરિવાર દ્વારા વર્ષ દરમ્યાન દરેક મોટા ઉત્સવોની ઘરઆંગણે ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત ર૦ર૪ ને વિદાય તથા ર૦રપ ને આવકારવાનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો જે દરમ્યાન ડ્રેસ કોડમાં સજજ સભ્યોએ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ૧ર ના ટકોરે કેક કટીંગની ઉજવણી કરી સૌ કોઇને નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
અહીંના જાગનાથ પરિવાર એસોસીએશન દ્વારા ર૦રપ સિલ્વર વર્ષ પ્રવેશની એસોસીએશનના લગભગ ૬૦ કુટુંબ-સભ્યો દ્વારા ખુબજ હર્ષપુર્વક ઉજવણી કરવામાં આવી હતી. ડીનર વીથ ડી.જે. ડાન્સ, જુદા-જુદાજ પ્રકારની ગેઇમ્સ, નવા વર્ષના પ્રવેશની વખતે કેક કટીંગ દ્વારા ખુબજ આનંદપુર્વક બધાએ કાર્યક્રમ માળ્યો હતો, કાર્યક્રમમાં એસોસીએશનના મુખ્ય સંયોજક હરેશભાઇ ભિંડી, જેઓ છેલ્લા પંદર વર્ષથી એસોસીએશન માટે વર્ષ દરમ્યાન જુદા જુદા પ્રસંગોની ઉજવણી માટે સુંદર અને શિસ્તબધ્ધ આયોજન કરવા માટે એસોસીએશનના સભ્યોની લાગણીને માન આપીને તેમનું યથોપિત સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંપુર્ણ રીતે સફળ બનાવવા માટે એસોસીએશનના અશોકભાઇ ગાંધી, રાજુભાઇ વોરા, આશિષભાઇ કામદાર વિગેરેએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન રાજુભાઇ વોરાએ કરેલ હતું
(3:45 PM IST)










