News of Friday, 3rd January 2025
ગોંડલ તાલુકાનાં ભુણાવામાં બે જૂથ વચ્ચે અથડામણ કેસમાં પોલીસે 17 લોકો સામે સામસામી ફરિયાદ નોંધી
જૂની અદાવતમાં બન્ને જૂથ વચ્ચે થયેલ મારામારીની સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા: ધંધાકીય બાબતે ચાલતી માથાકૂટમાં અગાઉ થયેલી મારામારીની ફરિયાદનો ખાર રાખ્યો હતો

રાજકોટના ગોંડલ તાલુકાનાં ભુણાવામાં બે જૂથ વચ્ચે અથડામણના કેસમાં પોલીસે 17 લોકો સામે સામસામી ફરિયાદ નોંધી છે. તાલુકા પોલીસે બન્ને જૂથના 17 લોકો સામે સામસામી ફરિયાદ નોંધી છે. જૂની અદાવતમાં બન્ને જૂથ વચ્ચે થયેલ મારામારીની સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ધંધાકીય બાબતે ચાલતી માથાકૂટમાં અગાઉ થયેલી મારામારીની ફરિયાદનો ખાર રાખ્યો હતો. જૂથ અથડામણમાં છ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
(12:30 AM IST)










