તા. ૩૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૪ બુધવાર
News of Friday, 3rd January 2025
ભૂતપુર્વ ગુરુજનોનું બહુમાન કરવા રાજકુમાર કોલેજના ઓલ્ડ આરકેસીઅન્સ એસો. દ્વારા રવિવારે ઐતિહાસિક સન્માન સમારોહ
રાજકુમાર કોલેજ ખાતે ઈતિહાસમાં પ્રથમ વખત વર્ષ ૧૯૬૫ થી ૨૦૦૦ હજાર દરમિયાન ફરજનિષ્ઠ રહેલા ૧૨૦ જેટલા ગુરુજનોને વંદન સાથે અભિવાદન કરવાના અવસરની ઉજવણી : ૩૫ થી વધુ ભૂતપૂર્વ શિક્ષકો અને ૨૦ જેટલા સ્વર્ગસ્થ શિક્ષકોના પરિવારજનોને સમારંભમાં હાજરી આપશે

રાજકોટઃ ૧૫૫ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે પ્રદાન આપતી, જે આઝાદી પહેલાના રાજા રજવાડાઓના સમયથી અડિખમ ઉભેલી છે અને આજે પણ સમય મુજબ નવા પરિવર્તનો સાથે કદમ મિલાવીને આગવી ઓળખ ધરાવતી રાજકોટની પ્રતિષ્ઠીત રાજકુમાર કોલેજમાં તા. ૦૫ જાન્યુઆરી ૨૦૨૫ ને, રવિવારના રોજ ભૂતપુર્વ શિક્ષકોનું બહુમાન કરવા રાજકુમાર કોલેજના ઓલ્ડ આરકેસીઅન્સ એસોસીએશન દ્વારા ભવ્ય ઐતિહાસિક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકુમાર કોલેજના શાનદાર ઈતિહાસમાં પ્રથમ વખત, ઓલ્ડ આરકેસીઅન્સ એસોસિએશનના (ઓઆરએ) ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ગર્વભેર ૧૯૬૫ થી ૨૦૦૦ ની સાલ વચ્ચે સમર્પિત સેવા આપનાર માનનીય ગુરુજનોને સન્માનીત કરવા માટે એક વિશેષ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમો તા. ૦૫ જાન્યુઆરી ને રવિવારના રોજ ઓલ્ડ આરકેસીઅન્સ ડે સાથે જ ઉજવવામાં આવશે. જે ગુરુજનોએ અસંખ્ય વિદ્યાર્થીઓના જીવનને આકાર આપવા પોતાની જાત સંસ્થા અને વિદ્યાર્થીઓને સમર્પિત કરી છે, તેવા ભૂતપૂર્વ શિક્ષકોને હૃદયપૂર્વક સન્માન આપવા અને જે શિક્ષકો આપણી વચ્ચે હયાત નથી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
તા. ૦૫ ના સવારે ૯:૩૦ કલાકથી કાર્યક્રમની શરૂઆત થશે. જેમાં બપોરે ૨ કલાક સુધી જૂના આરકેસીઅન્સ (પૂર્વ વિદ્યાર્થીઓ) ના મેળાવડાનો કાર્યક્રમ યોજાશે. જેમાં હાલ દેશ અને વિદેશમાં વસતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમની માતળ સંસ્થા અને શાળાજીવનના સંસ્મરણો વાગોળશે. તેમજ તેમના જીવનમાં અમુલ્ય ભાગ ભજવનારા માર્ગદર્શકો સાથે ફરી જોડાય શાળાકાળની યાદો તાજી કરશે. ત્યાર બાદ સાંજે ૫ થી ૭ કલાક દરમ્યાન ભવ્ય સન્માન સમારોહ યોજાશે. આ ઐતિહાસીક ઘડીમાં સાક્ષી બનવા તેમજ આ સૌહાર્દ અને કળતજ્ઞતાની ઉજવણીમાં જોડાવા આયોજક સમીતી દ્વારા રાજકૂમાર કોલેજના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આમંત્રણ અપાયું.
(3:34 PM IST)










