તા. ૨૩ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો સુદ – ૧૨ શુક્રવાર
News of Friday, 3rd January 2025
શ્રીનાથદ્વારાની ‘ધ્વજાજી' સાથે ૧ કી.મી. લાંબી ધર્મયાત્રાઃ વૈષ્ણવોમાં આનંદોત્સવ
સમગ્ર રાજકોટ ધર્મમય બનશે, ભવ્યાતિભવ્ય શોભાયાત્રામાં દરેક સમાજના લોકો જોડાશે...સત્સંગ મંડળીઓ દ્વારા ધુન-ભજનઆત્મજા ચિ. રાધાના લગ્નોત્સવ પૂર્વ મનોરથમાં દરેક સમાજને પધારવા ઉકાણી પરિવારનું નિમંત્રણ :વૈષ્ણવ સંપ્રદાયમાં રાજકોટના આંગણે લાંબા અંતરાલ બાદ શ્રી નાથદ્વારાની ધ્વજાજીનું આરોહણ થશે : ધર્મયાત્રામાં ઘોડા, બગીઓ, વિન્ટેજકારના કાફલા સાથે સાફાધારી યુવાનો, નીતનવા ફલોટસ.. : શોભાયાત્રાના રાજમાર્ગ પર ૮ સ્ટેજ, ૬૦ થી વધુ કમાનો મનમોહક રંગોળી, રંગબેરંગી ધ્વજા પતાકા થી સુશોભન

રાજકોટ તા.૩ : રાજસ્થાનના નાથદ્વારામાં વૈષ્ણવોના આરાધ્ય જગતગુરૂ શ્રીકળષ્ણના ૭ વર્ષના બાળ સ્વરૂપને કળષ્ણ ભકતો શ્રી નાથજીના નામે ઓળખે છે. ૪ ફુટ ઉંચી રંગે શ્યામ, જેનો ડાબો હાથ ઉચો છે જાણે ભકતોને પોતાની પાસે બોલાવી રહયા હોય તેવુ મનમોહક શ્રીનાથજીનું સ્વરૂપ લાખો વૈષ્ણવોના હદયકમલમાં અંકિત છે. આવા પવિત્રધામ શ્રીનાથદ્વારા ની ‘ધ્વજાજી' નું આરોહણ રાજકોટના આંગણે જાણીતા ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીની આત્મજા ચિ. રાધાના લગ્નોત્સવ ભાગરૂપે ત્રિદિવસીય મનોરથ ઉત્સવ પૂર્વ તા. ૬ ના રોજ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજાશે.
તા.૬ જાન્યુઆરી ના રોજ શ્રીનાથદ્વારાથી ચાર્ટર પ્લેન મારફતે શ્રીનાથદ્વારાની ‘ધ્વજાજી' રાજકોટ ખાતે લાવવામાં આવશે. રાજકોટના આંગણે ડુંગર દરબારથી ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ પર રાધીકા ફાર્મ ખાતે લઇ જવાશે. રાજકોટના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત વૈષ્ણવ સંપ્રદાયમાં ‘ધ્વજાજી' સાથેની ભવ્યાતિભવ્ય ધર્મયાત્રા યોજાશે. ૧ કી.મી. લાંબી વિશાળ શોભાયાત્રામાં અલગ-અલગ સમાજના શ્રેષ્ઠીઓ, વૈષ્ણવો તથા જાહેર જનતા બહોળી સંખ્યામાં જોડાશે.
એરપોર્ટ થી શ્રી નાથદ્વારાની ‘ધ્વજાજી' ની શોભાયાત્રા કાલાવડ રોડ ઉપર બાનલેબની ઓફિસ ખાતે થઈ અમીનમાર્ગના છેડે ડુંગર દરબારથી વિન્ટેજ કાર, ૫૧ ગાડીઓનો કાફલો, ૧૦૦ થી વધુ સાફાધારી યુવાનો બાઇક પર, ઘોડા, બગીઓ સાથે નીકળશે. સમગ્ર શોભાયાત્રાના માર્ગ પર વિવિધ ૮ જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે. ૬૦ થી વધુ સુશોભીત કમાનો, રંગબેરંગી ધ્વજા પતાકાથી સમગ્ર રસ્તાને આકર્ષક બનાવવામાં આવ્યો છે. ધર્મયાત્રાના માર્ગ પર વિવિધ કલાકળતી દર્શાવતી મનોરમ્ય રંગોળીઓ બનાવવામાં આવશે. નિતનવા આકર્ષક ફલોટસ્ તૈયાર કરવામાં આવશે. બહોળી સંખ્યામાં સાફાધારી યુવાનો આ યાત્રામાં ભાગ લેશે. વિવિધ સંસ્થાના શ્રેષ્ઠીઓ, આગેવાનો, દરેક સમાજના ધર્મપ્રેમી વૈષ્ણવો બહોળી સંખ્યામાં જોડાશે. વૈષ્ણવ સંપ્રદાયની વિવિધ સત્સંગ મંડળીઓ, ધુન-ભજન મંડળીઓ આ શોભાયાત્રામાં જોડાય સત્સંગ કરશે. રાજકોટના ઇતિહાસમાં સૌપ્રથમ વાર આવી ભવ્યાતિભવ્ય ધર્મયાત્રા રાજકોટની ધર્મપ્રેમી જનતા માટે યાદગાર સંભારણું બની રહેશે. શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં માનવ મેદની માં સુચારૂ ઢબે વ્યવસ્થા જાળવવા તથા ધર્મયાત્રાને સફળ બનાવવા સર્વે સમાજના ૫૧ અગ્રણીઓદ્વારા આયોજન થઇ રહયુ છે. જેમના માર્ગદર્શન હેઠળ રપ૦ જેટલા સ્વયંસેવકોની ટીમ ખડેપગે રહેશે. વૈષ્ણવભકતો માં આ શોભાયાત્રા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે.
રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર મૌલેશભાઈ ઉકાણી પરિવાર દ્રારા કાલાવડ રોડ પર ઇશ્વરીયાના ‘દ્વારકાધીશ ફાર્મ' ખાતે ૧૨.૫ એકર વિશાળ જગ્યામાં વળંદાવન ધામ ઉભું કરવામાં આવ્યુ છે. મૌલેશભાઈ ઉકાણીની લાડકવાયી દિકરી ચિ. રાધાના લગ્નોત્સવ પૂર્વ તા. ૭ જાન્યુ. એ છપ્પન ભોગ મનોરથ, ૮ જાન્યુ. એ ગૌચરણ મનોરથ અને ૯ જાન્યુ. એ દિપદાન મનોરથ ની રંગે ચંગે ઉજવણી થશે. આ ત્રિદિવસીય મનોરથ મહોત્સવનો લ્હાવો લેવા મૌલેશભાઈ ઉકાણી, નટુભાઈ ઉકાણી, જય ઉકાણી, લવ ઉકાણી તથા બાન-ઉકાણી પરિવાર દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યુ છે.
ઇશ્વરીયાના દ્વારકાધીશ ફાર્મ ખાતે ત્રિદિવસીય મનોરથમાં દરરોજ સવારે ૮:૩૦ થી ૧:૩૦ કલાકે અને સાંજે ૪:૩૦ થી ૮:૩૦ સુધી રાજકોટની ધર્મપ્રેમી જનતા દર્શન કરી શકશે. ત્રિદિવસીય મનોરથ ઉત્સવ દરમ્યાન એક લાખ થી વધુ ભાવીકો દર્શન, મનોરથ તથા ભવ્યાતિભવ્ય વળંદાવનધામને નિહાળવાનો લ્હાવો લેશે.
ઇશ્વરીયા ખાતે નિર્મિત ભવ્ય અને અલૌકિક વળંદાવનધામ માં ગીરીરાજ પર્વત, નાથજીના ના મોતી મહેલ, શ્રીજી બાવાના પ્રેમ મંદિર, શામળાજી મંદિર, ડાકોર મંદિર, દ્રારકાધીશ મંદિરની આબેહુબ પ્રતિકળતી ઉભી કરવામાં આવી છે. જે જાહેર જનતાનું આકર્ષણ નું કેન્દ્ર બની રહેશે. ઉકાણી પરિવારના આંગણે યોજાનાર શાહી લગ્નોત્સવ પૂર્વ આયોજીત આ ધર્મયાત્રા, ધ્વજાજી આરોહણ, તથા ત્રિદિવસીય મનોરથ મહોત્સવ ના ભવ્ય અને દિવ્ય પ્રસંગો વૈષ્ણવો માટે જીવનનું એક સોનેરી સંભારણું બની રહેશે તેમ યાદીમાં જણાવાયું છે.
(4:03 PM IST)










